કેલગરી :કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ આગામી વડાપ્રધાન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વડાપ્રધાન પદની રેસમાં કેનેડા મૂળના નેતાઓ સાથે બે ભારતવંશી પણ સામેલ છે. જેમાં પ્રથમ નામ ટ્રુડો મંત્રી મંડળમાં સામેલ પૂર્વ સંરક્ષણ મંત્રી અને વર્તમાન પરિવહન-આંતરિક વેપાર મંત્રી અનિતા આનંદ છે. બીજું નામ ભારતીય મૂળના લિબરલ પાર્ટીના સાંસદ જ્યોર્જ ચહલ છે. કેનેડા પીએમ પદની રેસમાં સામેલ જ્યોર્જ ચહલને ઘણાં સાંસદોએ વચગાળાના નેતા બનાવવા ભલામણ કરી છે.
જો તેમને વચગાળાના નેતા બનાવવામાં આવે તો તે પીએમ રેસમાંથી બહાર થઈ જશે. કેનેડાના નિયમો અનુસાર, વચગાળાના નેતા વડાપ્રધાન પદની ચૂંટણી લડી શકે નહીં. ચહલે ટ્રુડોને પીએમ પદ છોડવા અને પાર્ટી પાસે ફરી ચૂંટણી કરાવવા માગ કરી હતી. ચહલ કેનેડામાં વકીલ તરીકે પણ સેવા આપે છે. તેમણે કેલગરી સિટી કાઉન્સિલર રૂપે વિવિધ સમિતિઓમાં કામ કર્યું છે. તે નેચરલ સોર્સિસ પર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શિખ કોક્સના અધ્યક્ષ પણ છે.
Reporter: admin