મુંબઈ : સોશિયલ મીડિયા પર ભાઈજાનના બાલકનીના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં સલમાન ખાનની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
જેને કારણે હવે કદાચ ઈદ પર ફેન્સને સલમાન ખાનનો દીદાર કરવાનો મોકો મળી શકે છે.મળી રહેલી માહિતી પ્રમાણે છેલ્લાં કેટલાક સમયથી સલમાન ખાનના ઘરની બહાર રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને હવે આ કામ પૂરું થતું જણાઈ રહ્યું છે. સલમાન ખાનની બાલ્કનીમાં બુલેટપ્રૂફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે અને એની બાલ્કનીને કવર કરી દેવામાં આવી છે. જેને કારણે હવે સલમાન ખાનની સુરક્ષા વધારે મજબૂત બની ગઈ છે અને સલમાન રિલેક્સ મોડમાં સ્પેશિયલ ડેઝ પર ફેન્સને મળી શકે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન હાલમાં ફિલ્મ સિકંદરની શૂટિંગમાં વ્યસ્ત છે, જે ઈદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાનની સાથે સાથે રશ્મિકા મંદાના પણ જોવા મળશે. આ સિવાય સલમાન હાલમાં બિગ બોસ-18 પણ હોસ્ટ કરી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા સલમાન ખાનને વાય પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે.
Reporter: admin