ભરૂચ: અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
પરોઢે પૂરપાટ ઝડપે જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. અજમેરમાં ઉર્સની ઉજવણી કરીને પરત મુંબઇના પાલઘર ખાતે પરત ફરી રહ્યા હતા. કારમાં ૭ સભ્યો સવાર હતા તેમાં ૩ના મોત થયા હતા.
બનાવની જાણ થતા તુરંત પોલીસ ઘટના સ્થળે રાહત બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી તેમજ તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ પણ કામે લાગી હતી.
Reporter: admin