દિલ્હી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત ચૂંટણી પંચે કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરી કે એક જ તબક્કામાં મતદાન થશે, 5 ફેબ્રુઆરીમાં રોજ મતદાન થશે, જેનું પરિણામ 08 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે EVM એક ફૂલપ્રૂફ ઉપકરણ છે. ઈવીએમમાં વાયરસ પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે.
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આજે આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાન ચૂંટણી 2025 માટે તેનું પ્રચાર ગીત ‘ફિર લાયેંગે કેજરીવાલ’ લોન્ચ કર્યું. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી, પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને અન્ય નેતાઓ પણ હાજર હતા.
સત્તારૂઢ આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે ભાજપે માત્ર 29 ઉમેદવારો જાહેર કર્યા છે.
Reporter: admin







