News Portal...

Breaking News :

છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલા વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધું, 9 જવાનો શહીદ

2025-01-06 17:37:54
છત્તીસગઢનાં બીજાપુરમાં નક્સલવાદીઓએ સૈનિકોથી ભરેલા વાહનને IED બ્લાસ્ટથી ઉડાવી દીધું,  9 જવાનો શહીદ


છત્તીસગઢ: દંતેવાડા ડીઆરજી સૈનિકો ઓપરેશનમાંથી બેઝ કેમ્પ પરત ફરી રહ્યા હતા.  બીજાપુરમાં માઓવાદીઓએ IED બ્લાસ્ટથી ગાડીને ઉડાવી દીધી. ગાડીનાં ભાગો ઝાડ પર લટકેલા મળી આવ્યા હતા.  


સૈનિકોનાં મૃતદેહોના ચીંથરા ઉડી ગયા. 8 જવાનો અને 1 ડ્રાઈવર શહીદ થયા છે. હજુ કેટલાક વધુ ઘાયલ હોવાનું કહેવાય રહ્યું છે.આઇજી બસ્તર રેન્જ સુંદરરાજ પીએ જણાવ્યું હતું કે બિજાપુરથી સંયુક્ત ઓપરેશન પાર્ટી ઓપરેશન બાદ પરત ફરી રહી હતી. સોમવારે બપોરે લગભગ 2.15 વાગ્યે નક્સલીઓએ અંબેલી ગામ પાસે IED બ્લાસ્ટ કર્યો હતો. આ દરમિયાન ડીઆરજી જવાન, હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ, શનિવારે મોડીરાત્રે અબુઝહમદના જંગલમાં એક એન્કાઉન્ટરમાં શહીદ થયો હતો. એ જ સમયે જવાનોએ એક મહિલા નક્સલવાદી સહિત 4 માઓવાદીને પણ માર્યા હતા.



ત્રણ દિવસ પહેલાં સુરક્ષા દળોએ ગારિયાબંદ જિલ્લાના નક્સલ પ્રભાવિત સોરનામલ જંગલમાં 3 નક્સલવાદીને ઠાર કર્યા હતા. ડીઆરજી (ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ) અને એસટીએફ (સ્પેશિયલ ટાસ્કફોર્સ)ની ટીમે નક્સલવાદીઓને ઘેરી લીધા હતા. આ ઓપરેશનમાં છત્તીસગઢ અને ઓડિશાના લગભગ 300 સૈનિક સામેલ હતા.સૈનિકોએ ઓડિશાના નવરંગપુરને પણ ઘેરી લીધું હતું, જેના કારણે નક્સલી ને ભાગવાની તક મળી ન હતી. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચેનાં એન્કાઉન્ટર બાદ ત્રણ નક્સલી ના મૃતદેહ મળ્યા હતા. ગારિયાબંધ એસપી નિખિલ રાખેચાએ આ વાતની પુષ્ટિ કરી હતી.

Reporter: admin

Related Post