શહેરમાં શનિવારથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા વૃક્ષ,મકાનના ભાગ, ઇલેકટ્રિક તાર,હોર્ડિંગ તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે ત્યારે માંજલપુરમાં વિસ્તારમાં દિવાલ અને વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ કાર સહિત 6 વાહનો દબાયા હતા.
શહેરમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે. એકંદરે પાલિકાની પ્રીમોશનની કામગીરી તદ્દનફીલ કરી છે. એક બાજુ ગરમીથી કંટાળેલા નાગરિકોએ વરસાદ પડતા ઠંડકનો અહેસાસ તથા ખુદકાલ થઈ ગયા હતા. ત્યારે વૃક્ષ,મકાનના ભાગ, ઇલેકટ્રિક તાર,હોર્ડિંગ તૂટી પડવાના બનાવો બનવા માંડયા છે.ગતરોજ ગોત્રી વિસ્તારમાં દિવાલ અને ઝાડ નીચે ચાર વાહનો દબાઇ જવાના બનાવ બન્યા હતા.
માંજલપુરના વિસ્તારમાં ઇવા મોલ પાસે એક વૃક્ષ ધરાશાયી થતાં નીચે એક એક કાર અને ત્રણ ટુવ્હીલર દબાયા હતા.જેથી ફાયર બ્રિગેડે ઝાડ કાપીને વાહનો કાઢવાની કામગીરી કરી હતી. સદનશીબે બનાવમાં કોઇ જાનહાનિ થવા પામી ન હતી. જોકે શહેરમાં વરસાદે માજા મુકતા અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાય અને દિવાલ પડવાના બનાવો બન્યા છે.
Reporter: News Plus