News Portal...

Breaking News :

દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા જેમાંથી બે લોકોનો બચાવ થયો

2024-05-12 17:33:37
દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા  જેમાંથી બે લોકોનો બચાવ થયો


નવસારી દાંડીના દરિયામાં છ લોકો ડૂબ્યા હતા. જેમાંથી બે લોકોનો બચાવ થયો છે અને ચાર લોકો ગુમ થયા છે. રવિવાર રજા હોવાથી લોકો નવસારીના દાંડીના દરિયાકાંઠે ફરવા અને ન્હાવા આવ્યા હતા. આ દરમિયાન છ લોકો દાંડીના દરિયામાં ડૂબ્યા હતા. ડૂબી રહેલા આ તમામે બૂમાબૂમ કરી હતી. ત્યારબાદ પોલીસ જવાનો અને હોમગાર્ડ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બે પુરૂષોને બચાવી લીધા હતા. જોકે અન્ય ચાર લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. તરવૈયાઓ આ તમામને શોધી રહ્યા છે. જેમાં એક મહિલા, એક યુવતી અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર, દરિયામાં ગુમ થયેલા લોકો ખડસૂપાના રહેવાસી છે.


ઉનાળાની ગરમી સીઝનમાં લોકો દરિયા અને નદીઓમાં ન્હાવા માટે જતા હોય છે. આ દરમિયાન ડૂબવાની ઘટનાઓ બનતી  હોય છે. ગત અઠવાડિયામાં ભાવનગર અને પોરબંદરના દરિયામાં પણ આવી ઘટના બની હતી. 


ગત મંગળવારે ભાવનગરના ખેડુતવાસ વિસ્તારના છ મિત્રો કોળીયાકના દરિયાકાંઠે ફરવા ગયા હતા. આ દરમિયાન ચાર મિત્રો દરિયામાં ન્હાવા પડ્યા હતા. અચાનક વળતા પાણી સાથે ત્રણ મિત્ર દરીયામાં ડુબવા લાગ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર ખેંચી લેવાતા તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક યુવક દરિયામાં ગરકાવ થઈ જતા મોત થયું હતું.

Reporter: News Plus

Related Post