News Portal...

Breaking News :

સ્વદેશીનાં દેશભરમાં ગાણાં ગાવાનાં અને વિદેશી ચીજ વસ્તુઓની આપ-લે કરવાની

2025-11-05 10:35:04
સ્વદેશીનાં દેશભરમાં ગાણાં ગાવાનાં અને વિદેશી ચીજ વસ્તુઓની આપ-લે કરવાની


સ્વદેશી અપનાવો વિદેશી ભગાવો, હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, સ્વદેશી અપનાવો દેશ બચાવો, ભારતીયો હો તો ભારતીય ખરીદીની લોકોને સલાહ આપવાની.પરંતુ ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં મેડ ઇન ચાઇનાની ચીજવસ્તુ ભેટમાં આપવાની ? તે પણ હાજર પત્રકારોને. પોતાનાં તાબાનાં સીનશોટવાળા હોદ્દેદારો ઉપર લગામ ના હોય ત્યારે જ આવી ગંભીર ભૂલો થાય



સ્વદેશીનો મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યો છતાં પણ વડોદરા મહાનગર ભાજપા દ્વારા સ્વદેશીના મંત્રનું ભાન ભૂલ્યા!
લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે યોજાનાર પદયાત્રા સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં  સ્વદેશી અપનાવોની વાતો કરનાર ભાજપ તરફથી પત્રકારોને ચાઇના બનાવટની ગિફ્ટ આપવામાં આવી !!
ગત તા.31 ઓક્ટોબર ના રોજ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન એવા ગુજરાતના પનોતા પુત્ર લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 150 મી જન્મજયંતી એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવવામાં આવી હતી.સરદાર પટેલના માનમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 


જેને લઇને આજરોજ સર્કિટ હાઉસ ખાતે ભાજપ શહેર પ્રમુખની અધ્યક્ષતામા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના સાંસદ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય સહિત ધારાસભ્યો,રાજ્ય સરકારના મંત્રી,મેયર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં પત્રકાર પરિષદ બાદ પત્રકારોને એલ ઇ ડી સ્માર્ટ કપ ટેમ્પરેચર દર્શાવતી બોટલ ગિફ્ટમા આપવામાં આવી હતી. જે ચાઇના મેઇડ ગિફ્ટ આપતા આશ્ચર્ય સર્જાયું હતું.કારણકે એક તરફ દેશનાં વડાપ્રધાન તથા રાજ્યનાં મુખ્યમંત્રી તથા ભાજપના નેતાઓ દિવાળી સમયથી જ સ્વદેશી અપનાવવા માટે જનતાને અપીલ કરે છે. જ્યારે વડોદરા ભાજપ ચાઈના બનાવટની ગિફ્ટ પત્રકારોને આપે તે કેટલું યોગ્ય?

Reporter: admin

Related Post