શહેરના સફાઈ કર્મચારીઓની કૌશલ્ય ક્ષમતા તથા સલામતી જાગૃતિમાં વધારો લાવવા માટે પાલિકા દ્વારા International Council for Local Environmental Initiatives (ICLEI) -એશિયા દ્વારા Swiss Agency for Development and Cooperation (SDC) off સહયોગથી આયોજન કરવામાં આવી રહ્યા છે.
આ તાલીમ કાર્યક્રમોનું આયોજન શહેરનાં ચારેય ઝોનમાં કરવામાં આવ્યુ છે. જેથી મહાનગરપĺલેડાના દરેક વોર્ડ અને ઝોનને આવરી લેવાય. વડોદરા મહાનગરપાલિકાના આ પ્રયત્નો સ્વચ્છ ભારત મિશન (અર્બન), નમસ્તે યોજના તથા નિર્મળ ગુજરાત અભિયાન જેવી રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય સ્વચ્છતા તથા સલામતી પહેલ સાથે સુસંગત છે.પ્રથમ તાલીમ કાર્યક્રમ તા. ૩ નવેમ્બર ૨૦૨૫ના રોજ પશ્ચિમ ઝોન ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. જેમાં ૭૦ થી વધુ સેનિટરી ઇન્સ્પેક્ટર, મલ્ટી પર્પઝ વર્કર, સુપરવાઈઝર તથા ડોર-ટુ-ડોર સુપરવાઈઝરએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ તાલીમનો મુખ્ય હેતુ શહે૨ના ઘન કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા તથા સફાઈ કર્મચારીઓની સલામતી વધારવા પર કેન્દ્રિત હતું.
તાલીમના મુખ્ય વિષયો તરીકે કચરાનો સંગ્રહ (Collection), સેગ્રીગેશન (Segregation), રૂટ આયોજન(Route Planning), વ્યક્તિગત સ્વચ્છતા(Personal Hygiene). પર્સનલ પ્રોટેક્ટિવ ઈડિવપમેન્ટ (PPE) નો યોગ્ય ઉપયોગ અને વાહન જાળવણી (Vehicle Maintenance) જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવામાં આવેલ છે. આ વિષયો વડોદરા શહેરના "નેટ-ઝીરો સિટી રેઝિલિયન્સ એન્ડ ક્લાઈમેટ એક્શન પ્લાન (CRCAP)” હેઠળ વેસ્ટ સેગ્રીગેશન અને અસરકારક પ્રામિક તથા સેકન્ડરી કલેક્શન સુનિશ્ચિત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ અભિગમ વડોદરા શહેરમાં ગ્રાઉન્ડ લેવલથી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન પ્રણાલીને મજબૂત બનાવવામાં સહાયક સાબિત થશે.આ પહેલ પાલિકાની સફાઈ કર્મચારીઓની પરિસ્થિતિ માં સુધારો લાવવાની, તેમની સલામતી સુનિશ્ચિત કરવાની તથા ટડાઉ કચરા વ્યવસ્થાપન પ્રથાઓ વિકસાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. વડોદરા શહેરને સ્વચ્છ, મજબૂત અને ટકાઉ બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પગલું છે.
Reporter: admin







