સાવલી તાલુકાના જુના સમલાયા થી પસવા ગામ જોડતો રોડ ના પડતર પ્રશ્નોને લઈને આજે માર્ગ અને મકાન પેટા વિભાગ સાવલીમાં આવેદનપત્ર અપાયું.
મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જુના સમલાયા થી પસવા ગામ ને જોડતો રોડ નું કામ ઘણા સમયથી પાસ થઈ ગયુ છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરી ને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાનો ગ્રામજનોનું આક્ષેપ. ત્યારે ખેડૂતો ને આ રોડ ન બનવાના કારણે ત્યાં પાણી ભરાય છે. તથા વાહન પણ લઈને જવાતું નથી. અને ચોમાસામાં અહીંયા ગુટન સમા પાણી ભરાઈ રહ્યા છે.
આ બાબતે સાવલી માર્ગ અને મકાન પેટા વિભાગ માં આવેદનપત્ર જુના સમલાયા ના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યુ.જય કિસાન જય જવાનન નારા સાથે આવેદનપત્ર સુપ્રરત કરાયું .એસ ઓ ઉરવા સુથાર ને આ આવેદનપત્ર આપવામાં આવ્યું .શું સાવલી તાલુકા નો વિકાસ શૂન્ય છે. શું સાવલી તાલુકાના ખેડૂતો નો અવાજ કોઈ સાંભળતું નથી. કે પછી સાવલી નગર અને સાવલી તાલુકામાં આ જ રીતે ખેડૂતો ને તકલીફ પડશે.
Reporter: News Plus