વડોદરા : શહેરના માંડવી વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર નજીક આવેલા પૌરાણિક કાળકા માતાના મંદિર ખાતે કાળી ચૌદસના રોજ લીંબુનો હાર ચઢાવવાનો મહિમા છે.
કાળી ચૌદસ નિમિત્તે આ વખતે સારું નક્ષત્ર આવતું હોવાથી આ વર્ષે અહીં લીંબુ સાથે ભક્તો રાશિફળ ચઢાવી શકાશે તેમ મંદિરના મહંત હેમંત જાનીએ જણાવ્યું હતું. લીંબુ સાથે રાશી ફળ ચઢાવવાથી ફળ અને લાભ સવિશેષ અને વધારે મળે છે. દર વર્ષે લીંબુ સાથે રાશિફળ ચઢાવી શકાતું નથી, તે નક્ષત્રને આધીન હોય છે. આ વર્ષે સારું નક્ષત્ર હોવાથી લીંબુ સાથે રાશિફળ ચઢાવવાનો લાભ માઈ ભક્તોને મળી શકશે. હેમંત મહારાજે એમ પણ જણાવ્યું કે, દર વર્ષે સમગ્ર દિવસ દરમિયાન સવારથી મોડી રાત સુધી લીંબુ ચઢાવી શકાતા હોય છે પરંતુ આ વર્ષે નક્ષત્રને ધ્યાનમાં રાખીને સવારે 7:30થી રાત્રિના 8:45 કલાક સુધી જ લીંબુ ચઢાવી શકાશે.
કઈ રાશિના જાતકે કયું રાશિફળ ચઢાવવું ?
મેષ / વૃષિક :- સોપારી.
વૃષભ / તુલા :- એલચી / બાસમતી ચોખા.
મિથુન / કન્યા :- નારંગી.
કર્ક :- શેરડીનો ટુકડો.
સિંહ :- લીલી દ્રાક્ષ.
ધન / મીન :- જામફળ.
કુંભ / મકર :- ખારેક.
રાહુ માટે નારિયેળ અને કેતુ માટે કાજુ (આખા) ચઢાવી શકાશે.
Reporter: admin