News Portal...

Breaking News :

30 મોડિફાઇડ બાઇકમાંથી સાઇલેન્સર કઢાયાં:રાત્રે ધૂમ સ્ટાઇલ ચલાવાતી 3498 લક્ઝુરિયસ બાઇક કબજે લેવાઇ

2024-04-25 12:01:47
30 મોડિફાઇડ બાઇકમાંથી સાઇલેન્સર કઢાયાં:રાત્રે ધૂમ સ્ટાઇલ ચલાવાતી 3498 લક્ઝુરિયસ બાઇક કબજે લેવાઇ

સુરત શહેર પોલીસે એક મહિનામાં કાર્યવાહી કરી 3498 બાઇક કબજે 
શહેર પોલીસે એક મહિનામાં કાર્યવાહી કરી 3498 બાઇક કબજે લીધી હતી
શહેરમાં મોડીરાતે પીપલોદ કારગીલ ચોકથી લઈ મગદલ્લા વીઆર મોલ સુધી તથા વેસુ વીઆઈપી રોડ પર ફુલ સ્પીડમાં મોંઘી, મોડીફાઇડ લક્ઝુરિયસ બાઇક પર ધૂમ સ્ટાઇલ જોખમી ડ્રાઇવિંગ કરતાં બાઇકર્સ વિરુદ્ધ શહેર પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે એક મહિનામાં 3498 લક્ઝુરિયસ બાઇક કબજે લઇ 17 .60 લાખનો દંડ પણ વસૂલ્યો હતો.શહેર પોલીસના ઝોન-4ના પોશ વિસ્તારના વેસુ, અલથાણ, ઉમરા, અઠવા, પાંડેસરા અને ખટોદરા પોલીસ સ્ટેશને છેલ્લા 1 મહિનામાં વાહન ચેકિંગ દરમિયાન 3498 બાઇકો ડિટેઇન કરી હતી. જેમાં મોડીફાઇડ સાઇલેન્સરવાળી 30 બાઇકોમાંથી સાઇલન્સરો પોલીસે કાઢી કબજે કરી લીધા છે. સાથે પોલીસે આવા બાઇકચાલકો સામે 17.60 લાખનો દંડની કાર્યવાહી કરી હતી.


આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે સાઇલન્સરનો અવાજ કોમર્શિયલમાં 65 ડેસિબલ અને રેસીડન્સમાં 55 ડેસિબલ હોવો જોઇએ, તેને બદલે મોડીફાઇડ કરાયેલી સાઇલન્સરવાળી બાઇકમાં તો 3 ગણો વધુ ડેસિબલ અ‌વાજ આવ્યો છે. આવી બાઇકો પકડવા માટે પોલીસે ડેસિબલ મશીન સાથે રાખ્યું હતું. જેમાં બાઇકોના મોડીફાઇડ સાઇલેન્સરને ડેસિબલ મશીનથી તપાસ કરી તો તેમાં 150થી વધુ ડેસિબલ જનરેટ થયું હતું. આગામી દિવસમાં અમે બાઇકોમાં મોડીફાઇડ સાઇલન્સર ફીટ કરી આપતા ગેરેજવાળા સામે પણ કાર્યવાહી કરીશું, જેથી ગેરેજવાળા પણ આવી બાઇકોમાં મોડીફાઇડ સાઇલન્સર લગાવતા પહેલા વિચાર કરશે

Reporter: News Plus

Related Post