News Portal...

Breaking News :

સુરત ના સચિન જીઆઇડીસીમાં ઊભેલી ટ્રક સાથે મોપેડ અથડાતાં SVNITના છાત્રનું મોત, મિત્રને ઇજા

2024-04-25 11:55:56
સુરત ના સચિન જીઆઇડીસીમાં ઊભેલી ટ્રક સાથે મોપેડ અથડાતાં SVNITના છાત્રનું મોત, મિત્રને ઇજા

પાંડેસરા સહિત શહેરમાં અકસ્માતના જુદા-જુદા 4 બનાવમાં 4 લોકોનાં મોત.સચિનના પારડી કણદે યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ દુધાત્રા ટેક્સટાઈલના કામકાજ સાથે સંકળાયેલા છે. તેમનો 19 વર્ષીય પુત્ર જૈવીક એસવીએનઆઈટીમાં એન્જિનિંયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.મંગળવારે બપોરે જૈવીક તેના મિત્ર ક્રિષ્ણાને મોપેડ પર કોલેજ જવા નીકળ્યો હતો. દરમ્યાન દિપલી ચોકડી નજીક રસ્તામાં ઊભેલી ટ્રકમાં પાછળથી મોપેડ ભટકાતા ગંભીર રીતે ઘવાયેલા જૈવીકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે મિત્ર ક્રિષ્ના ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પાંડેસરા માતૃભૂમિ સોસાયટી ખાતે રહેતા 35 વર્ષીય વિજયપાલ રામશંકર ચૌધરી કન્સટ્રક્શન સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. મંગળવારે રાત્રે તેઓ સાઈડ પરથી ઘરે જવા માટે બાઈક પર નીકળ્યા હતા. દરમ્યાન પાંડેસરા કૈલાસ ચોકડી નજીક રસ્તો ક્રોસ કરતી વખતે અન્ય બાઈક ચાલકે અડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને સિવિલ લઇ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.નવાગામ ધરૂલક્ષ્મી નગર ખાતે રહેતા 50 વર્ષીય કિશોરભાઈ શાંતારામભાઈ મહાજન કેમીકલ કંપનીમાં ટેમ્પો ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. મંગળવારે મોડી સાંજે તેઓ બાઈક પર નોકરી પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમ્યાન નવાગામ બ્રિજ પર પુરપાટ ઝડપે પસાર થતા ખાનગી બસના ચાલકે તેમને અડફેટમાં લેતા તેમનું મોત નિપજ્યું હતું.


પંકચરથી ટેમ્પો પલટી જતાં ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નવસારી જુના થાણા પાસે રહેતા 42 વર્ષીય પરેશ રાઠોડ ડીજેમાં કામ કરતા હતા. તા.21મીએ તેઓ હજીરા લગ્ન પ્રસંગમાં ડીજેનો ઓર્ડર પુરો કરી ટેમ્પો લઈ ઘરે જવા નીકળ્યા હતા. સચિનથી પલસાણા તરફ બ્રિજ ઉતરતી વખતે પંકચર થતા ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં પરેશભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તેમજ તેમની સાથેના મનોજ પટેલ અને હરીશ પટેલને ઈજા થઈ હતી. પરેશભાઈને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પરેશભાઈનું બુધવારે સવારે મોત નિપજ્યું હતું

Reporter: News Plus

Related Post