સુરત ચોકબજારના યુવકે ઘરકંકાસમાં ફાંસો ખાધો.ઉધનાના ઓનલાઈન સાડીના વેપારી યુવાને ધંધામાં દેવું થઈ જતા ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતુ. બીજા બનાવમાં ઘરકંકાસમાં ચોકબજારના યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મહારાષ્ટ્રના જલગાવનો વતની અને ઉધના વિપુલ નગર ખાતે રહેતો 24 વર્ષીય કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો. મંગળવારે રાત્રે કેતને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કેતને ધંધો બરાબર ચાલતો ન હોવાથી માથે દેવુ થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું. આ સાથે લેણદારો દ્વારા તેની પાસેથી કડક ઉઘરાણી કરાતી હોવાની શંકા વ્યકત કરાઇ છે.સુરત ચોક બજાર પટની કોલોનીમાં રહેતો 28 વર્ષીય મુહમ્મદ સલીમ મોહંમદ જમીલ અંસારી છુટક મજુરી કરી ગુજરાન ચલાવતો હતો. ચાર પાંચ મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા. સલીમ અને તેની પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં ઝગડા થતા હતા. મંગળવારે પણ ઝગડો થતા તેની પત્ની પિયર જતી રહી હતી. દરમ્યાન બુધવારે સવારે સલીમે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
Reporter: News Plus