સરદાર પટેલની પ્રતિભા જેટલી મહાન હતી એટલી જ આ એકતા પ્રતિમા ભવ્ય અને મહાન છે

કિશોર મકવાણા,અધ્યક્ષ- કેન્દ્રીય અનુસૂચિત આયોગ,ભારત સરકાર કેન્દ્રીય અનુસૂચિત આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા એકતા નગર ખાતે એક સંસ્થાના કાર્યક્રમ ભાગ લેવા પધાર્યા હતા, તેઓએ એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. મકવાણાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધા અંગેની જાતમાહિતી મેળવી હતી. આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતું કે,સરદાર પટેલની પ્રતિભા જેટલી મહાન હતી એટલી જ આ એકતા પ્રતિમા ભવ્ય અને મહાન છે.
વધુમાં તેઓએ પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની કવિતાની પંક્તિનો ઉલ્લેખ કર્યો હતો.
"यही प्रसिद्ध लौह का पुरुष प्रबल
यही प्रसिद्ध शक्ति की शिला अटल,
हिला इसे सका कभी न शत्रु दल,
पटेल पर, स्वदेश को गुमान है।"
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,એકતા નગરની સ્વચ્છતા અને હરિયાળી આ વિસ્તારને અનોખો બનાવે છે, આ માટે એકતા નગરના કર્મયોગીને હું આ માટે અભિનંદન આપું છું.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયાએ શ્રી કિશોર મકવાણાનું સ્વાગત કર્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી.
Reporter: