શ્રી અમરનાથ યાત્રા ૨૯ જુન થી ચાલુ થાય છે શિવભક્તો માટે દેવાધિદેવ મહાદેવના બર્ફાની સ્વરૂપ ની અનન્ય મહતા છે. દેશવિદેશથી શિવભક્તોની યાત્રા રજીસ્ટ્રેશન લાખોની સંખ્યામા નોંધાયા છે ,હજુ મેડીકલ તેમજ રેલ્વે ની ટિકિટો બસ બુકીંગ વગૈરે પુરજોશમાં ચાલુ છે . ચૂંટણી પછી જોર થનગનાટ સાથે વધશે . માં શિવાની રંગઅમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ચોખંડી વડોદરા આપ સૌને બર્ફોની બાબા ના દર્શન ની અનુભુતી સ્વનયને લેવા માટે આવકારે છે .
આ વર્ષે બાલતાલ માર્ગ ગુફા સુધી રસ્તા ના કામ પુર્ણતાના આરે છે . ગુફા થી નીચે સુધી એત્રબ્યુલંસ દ્વારા કટોકટીમાં દર્દીને વાઈ શકાશે . ગુફા સુધી સમગ્ર માર્ગમાં ૫ જી મોબાઈલ ની સુવિધા મળશે .દર ૨ કિલોમીટર ના અંતરે મેડીકલ સુવિધા ઓક્સીજન સેંટર સાથે મળશે તેમ શ્રાઈન બોર્ડ દ્વારા ઈતર પાણી / શૌચાલય સુવિધા નિશ્ચિત અંતરે તેમજ દરેક ભંડારા સ્થાન નજીક કરવામા આવશે . બીઆરએસ રસ્તા માર્ગ મોકળા કરશે.
પેહલગામ ચંદનવાડી માર્ગ પર પિસ્સુટોપ સુધી રસ્તા નું કાર્ય પ્રગતિપથ પર છે . ટુંક સમયમાં બર્ફબારી બંદ થયા પછી બધા માર્ગ મોકળા / પહોળા કરાશે .યાત્રીઓને વિનંતિ આપનું રજીસ્ટ્રેશન સમયસર કરાવી દર્શન કરવા પધારો આપનું સ્વાગત છે . જય શંકર કી
Reporter: News Plus