News Portal...

Breaking News :

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547મો પ્રાદુરભાવ ઉત્સવ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં ઉજવાયો

2024-05-04 23:18:50
જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547મો પ્રાદુરભાવ ઉત્સવ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં ઉજવાયો




રાષ્ટ્ર ભક્તિનું પ્રથમ પગથિયું એ મતદાન છે - ગો. શ્રી વ્રજરાજકુમારજી મહારાજ


વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547મો પ્રાદુરભાવ ઉત્સવ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં ઉજવાયો હતો.
વ્રજધામ સંકુલ ખાતે સનાતન હિન્દુ ધર્મના મુખ્ય આચાર્યો માના આચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547 માં પ્રાદુરભાવ ઉત્સવ માંજલપુર ખાતે ધામધૂમથી ઉજવવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ સનાતન ધર્મના પ્રચાર, પ્રસાર અને સંરક્ષણ અર્થે ભૂમિ નું ભ્રમણ કરીને સનાતન ધર્મના ગૌરવવંતો ધ્વજ ફરકાવીને ધર્મના અમૂલ્ય મુળને પ્રસ્થાપિત કર્યા હતા. શ્રી કૃષ્ણ પ્રભુના વદનાઅવતાર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને પ્રસ્થાપિત કરીને શ્રીકૃષ્ણ પ્રભુની ભક્તિમાં બનેલા ભાવિકજનોને શ્રી પ્રભુ સાથે બ્રહ્મસંબંધ દીક્ષા થકી શ્રીકૃષ્ણ પ્રભુની દિવ્ય સેવા પ્રણાલીકાથી કરોડો ભાવિકોના જીવનને કૃતાર્થ કર્યા છે ત્યારે શ્રી વલ્લભ સેવા સ્નેહ અને સમર્પણના દિવ્ય સંદેશ થકી સમાજને સુવાસિત કરવાના અભિગમ સાથે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
 


શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રા માંજલપુરના માર્ગ પર થી નીકળી અને વ્રજધામ સંકુલ ખાતે પહોંચી હતી *વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO ના નવનિયુક્ત પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકલાડીલા શ્રી હેમંગભાઈ જોશી* પોતે નંદ મહોત્સવના દર્શનમાં હાજર રહ્યા હતા અને જવલંત વિજય માટે પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાંજે શ્રી ઠાકોરજી સુખાર્થે ભવ્ય પુષ્પ સાગરમાં પુષ્પ વિતાનના મનોરથ ના દર્શન હજારોની સંખ્યામાં વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થયો. 


સચિન- અશિતા લીમયે ના વૃંદ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટ જામી હતી ભક્તિ સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના જ્ઞાનસભર આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રભુ સેવા સાથે માનવસેવા, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા પણ વૈષ્ણવનું કર્તવ્ય છે. અનેક ભાવિક વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થયો.

Reporter: News Plus

Related Post