News Portal...

Breaking News :

શ્રેયસ વિદ્યાલયના વિધ્યાર્થીઓએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના અંતરીક્ષના લાઈવ દ્રશ્યો એલઇ

2025-03-18 15:16:12
શ્રેયસ વિદ્યાલયના વિધ્યાર્થીઓએ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરના અંતરીક્ષના લાઈવ દ્રશ્યો એલઇ


વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રેયસ વિદ્યાલય ખાતે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષ ના લાઈવ દ્રશ્યો એલઇડી સ્ક્રીન પર નિહાળ્યા હતા




સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરીક્ષ યાન આજે સવારે ( 18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું. નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ગયા વર્ષે પાંચમી જૂને બોઈંગના સ્ટારલાઇનર અંતરીક્ષ યાનમાં સવાર થઈને રવાના થયા હતા. આ મિશન 10 દિવસનું હતું. જોકે સ્ટારલાઇનરમાં ટેકનિકલ ખામી સર્જાતાં બંને અંતરીક્ષયાત્રીઓ ત્યાં જ ફસાઈ ગયા હતા. 


જે બાદ સુનિતા વિલિયમ્સે 9 મહિના ત્યાં જ વિતાવ્યા. હવે સુનિતા અને બુચ અન્ય બે અંતરીક્ષયાત્રીઓ સાથે સ્પેસએક્સના યાનમાં બેસીને પૃથ્વી પર પરત આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં વિસ્તારમાં આવેલા શ્રેયસ વિદ્યાલય ખાતે બાળકો દ્વારા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરીક્ષના વિડિયો લાઈવ નિહાળ્યા હતા સાથે બાળકો દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા હતા શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ લાઈવ દ્રશ્યો નિહાળી ઉત્સાહ જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાલયના આચાર્ય સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ કાર્યક્રમ નિહાળ્યો હતો

Reporter:

Related Post