મુંબઈ : વાનખેડે સ્ટેડિયમ ખાતે ગુરુવારે(16 એપ્રિલ) IPL 2026 દરમિયાન શ્રેયસ ઐયરે કમાલ કરી હતી, જે IPLના ઈતિહાસમાં શ્રેષ્ઠ ફિલ્ડિંગ મોમેન્ટ્સ માંથી એક માનવામાં આવે છે.

જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટને શાનદાર પ્રયાસથી મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની ઈનિંગ્સનો અંત કર્યો હતો. આ ઘટના મેચની 18મી ઓવરના ત્રીજા બોલ પર બની હતી, જ્યારે માર્કો જાનસેન બોલિંગ કરી રહ્યો હતો. હાર્દિકે ઓફ સ્ટમ્પથી દૂર જતા બોલ પર એક જોરદાર શૉટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે યોગ્ય શૉટ રમી શક્યો ન હતો અને બોલ લોંગ-ઓન તરફ હવામાં ઉડી ગયો હતો.
જેમાં લોંગ-ઓન પર તૈનાત શ્રેયસ ઐયરે અહીં એક જોરદાર કમાલ કરી હતી. તેવામાં ઐયર પોતાની ડાબી બાજુ દોડીને હવામાં કૂદકો લગાવીને બોલને પકડી પાડ્યો હતો. ખાવ વાત એ છે કે, ઐયરે સંતુલન ગુમાવવા છતાં તેણે બોલને લોંગ-ઓફ તરફ ફ્લિક કર્યો જ્યાં ઝેવિયર બાર્ટલેટે એક સરળ કેચ કર્યો હતો.
Reporter: admin







