કુર્નૂલ: દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે.
કુર્નૂલ જિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક (લોરી) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય 10 થી 12 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એમ્મિગનૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Reporter: admin







