News Portal...

Breaking News :

ગોરવા ગામ વિસ્તારમાં રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ પરિવર્તન

2026-04-16 14:21:15
ગોરવા ગામ વિસ્તારમાં રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ પરિવર્તન


શહેરના ગોરવા ગામ વિસ્તારમાં તાજેતરમાં રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. 


જ્યાં એક તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ અને વિરોધ જોવા મળ્યો હતો, ત્યાં બીજી તરફ કોંગ્રેસના યુવા અને લડાયક ઉમેદવાર સ્વેજલ વ્યાસને પ્રજાએ ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો.ગામના વિવિધ વિસ્તારોમાં સ્વેજલ વ્યાસને મળેલા જનસમર્થન એ સ્પષ્ટ સંકેત આપે છે કે લોકો હવે પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ સ્વેજલ વ્યાસને “લડાયક યોદ્ધા” તરીકે ઓળખ આપી, તેમના કાર્યપ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો અને સન્માનિત કર્યા.


વિશેષ રૂપે રણછોડરાય ચોક ખાતે સ્થાનિકોએ ભવ્ય જાહેર સભાનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં લોકોએ ખુલ્લેઆમ કોંગ્રેસ પાર્ટી અને સ્વેજલ વ્યાસની સંપૂર્ણ પેનલને બહુમતીથી જીતાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી ચાલતા પ્રશ્નો અને અવગણનાથી કંટાળેલી પ્રજા હવે નવા નેતૃત્વ અને જવાબદાર શાસન તરફ વળી રહી છે. સ્વેજલ વ્યાસે પણ જનતાને વિશ્વાસ આપ્યો કે તેઓ વોર્ડના વિકાસ, સુવિધાઓ અને પારદર્શક શાસન માટે સતત લડત આપશે.

Reporter: admin

Related Post