એકતરફ ઉનાળાની શરૂઆતમાં અનેક વિસ્તારોમાં પાણીની બૂમરાણ મચી છે.

ત્યારે બીજી તરફ વડોદરાના સેવાસી રોડ પર તળાવની સામે પાઈપલાઈનમાં ભંગાણને કારણે હજારો ગેલન શુદ્ધ પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઈપના ઉપરના ભાગે આવેલી ચેમ્બરમાંથી અવિરતપણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેનાથી રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

આ ગંભીર મુદ્દે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ સ્થળ પર પહોંચી તંત્ર સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, "એક બાજુ સામાન્ય જનતા ટીપા-ટીપા પાણી માટે વલખાં મારે છે અને બીજી બાજુ તંત્રની બેદરકારીને કારણે આટલો મોટો જથ્થો વેડફાઈ રહ્યો છે."

Reporter: admin







