વડોદરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પાણીગેટ પોલીસ ટીમે વાઘોડીયા રોડ સુખધામ હવેલી નજીક નિલકંઠ સોસાયટીમાં રેડ પાડી 13 ઇસમોને પત્તા-પાના વડે પૈસાના જુગાર રમતા ઝડપી લીધા હતા.આ રેડ દરમિયાન રૂ. 5,94,500નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ સામે જુગાર અધિનિયમ કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધાયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
Reporter: admin







