સાવલી નગરમાં આવેલ ડમરુ શાળાએથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીતો વગાડી સાવલી દેશભક્તિના માહોલમાં રંગાયુ.

સાવલી નગરના શાળાના વિદ્યાર્થીઓ અને પદાધિકારીઓ તિરંગા યાત્રામાં જોડાયા. સાવલી નગર દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલી નગરપાલિકા દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં ભારત માતાકી જય ગગન ભેદી નારા દેશભક્તિના ગીતો અને લહેરાતા તિરંગા સાથે સાવલી નગરના માર્ગો ગુંજી ઉઠયા હતા. આ તિરંગા યાત્રામાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તથા અધિકારીઓ અને સાવલી નગરપાલિકાના કોર્પોરેટરો તથા નાગરિકો અને શિક્ષકો તથાવિદ્યાર્થીઓ જોડાયા હતા.


Reporter: admin







