News Portal...

Breaking News :

ધનનો સાચો ઉપયોગ કરીને તેરસની ઉજવણી કરતું શ્રવણ સેવા ફાઉન્ડેશન

2024-10-29 17:08:35
ધનનો સાચો ઉપયોગ કરીને તેરસની ઉજવણી કરતું શ્રવણ સેવા ફાઉન્ડેશન


દેશભરમાં દિપાવલી પર્વની ભારે ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. પર્વ અંતર્ગત આજે ધનતેરસ છે. આજે લોકો ધનની પૂજા કરીને તેની વૃદ્ધિ થાય તે માટે આશિર્વાદ પ્રાપ્ત હોય છે. ત્યારે વડોદરાની શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ધનનો સાચો ઉપયોગ કરીને 70 થી વધુ જરૂરિયાતમંદ લોકો-બાળકોને વિવિધ 18 પ્રકારના પકવાન જમાડવામાં આવ્યા છે. અને તેમને દિવાળી ભેંટ સ્વરૂપે હાઇજીન કીટ, રાશન કીટ અને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્યમાં ભાયલી વિસ્તારમાં આવેલી જાણીતી હોપર્સ રેસ્ટ્રો કેફે ના સંચાલક દિપકભાઇ તથા તેમની ટીમનો સારો સપોર્ટ મળ્યો છે. 




- ધનતેરસ પર્વ પર ધનનો સાચો ઉપયોગ: શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે, આપણું શ્રવણ સેવા જરૂરિયાતમંદ લોકો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો તથા 33 કોટી દેવી-દેવતાઓનો જેમનામાં વાસ છે, તેવા ગૌ માતાની સેવામાં સમર્તિત છે. અમે તમામ તહેવારો, વિશેષ દિવસ તેમની સાથે જ ઉજવીએ છીએ. આજે દિપાવલી પર્વ અંતર્ગત ધનતેરસ આવી રહી છે. ધનતેરસ પર્વ પર ધનનો સાચો ઉપયોગ કરીને અમે 70 થી વધુ જરૂરિયાતમંદ લોકો-બાળકોને શહેરની મોટી અને જાણીતી હોપર્સ રેસ્ટ્રો કેફેમાં લઇને આવી પહોંચ્યા છે. 
- જેને જે ભાવ્યું તે, અને જેને જેટલું ભાવ્યું તેટલું ભોજન પીરસવામાં આવ્યું: નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે, હોપર્સ કેફેમાં અમે તમામને 18 થી વધુ સ્વાદિષ્ટ પકવાન પીરસ્યા છે. મોટા ભાગના લોકો માટે આવી રેસ્ટ્રો કેફેમાં જમવા જવાનું એક સ્વપ્ન હોય છે. તે આજે પૂર્ણ થયું છે. વેલકમ ડ્રીંકથી લઇને ડેઝર્ટ સુધી તમામમાં ત્રણથી વધુ વિકલ્પો સાથે જમવાનું તમામને પીરસવામાં આવ્યું છે. જેને જે ભાવ્યું તે, અને જેને જેટલું ભાવ્યું તેટલું ભોજન પીરસવામાં આવ્યું છે. જેથી તમામ ખુશખુશાલ થયા છે. અને તેમનું માનવું છે કે, આજથી અમારી દિવાળી શરૂ થઇ હોય તેવું લાગે છે. 



- કોઇકના જીવનમાં ખુશી લાવીને દિપાવલી પર્વની ઉજવણી કરવા અપીલ: નીરવ ઠક્કરે આખરમાં ઉમેર્યું કે, સ્વાદિષ્ટ પકવાન જમીને તમામના મોઢા પર સુખ-સંતોષના ઓડકારના હાવભાવ જોવ મળતા હતા. જેને અમે આશિર્વાદ ગણીએ છીએ. સાથે જ ભોજન સમારંભ પતી ગયા બાદ તમામને હાઇજીન કીટ અને મીઠાઇ તથા જરૂરિયાતમંદ લોકોને રાશનકીટનું આપવામાં આવી હતી. જે આવનાર સમયમાં તેમને મદદરૂપ થશે. શ્રવણ સેવા ફાઉન્ડેશન કોઇકના જીવનમાં ખુશી લાવીને દિપાવલી પર્વની ઉજવણી કરવા માટે સૌને અપીલ કરે છે. ગૌ માતામાં વસેલા 33 કોટી દેવી-દેવતાઓ અને પ્રભુ જલારામબાપા દિપાવલી પર્વ પર તમામની મનોકામનાઓ પૂર્ણ કરે, અને તમામ પર આશિર્વાદ વરસાવે તેવી પ્રાર્થના.

Reporter: admin

Related Post