મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા પંકજા મુંડેની હારથી આઘાત પામેલા 4 કાર્યકરોએ આત્મહત્યા કરી લીધી છે.પંકજા મુંડેની હાર બાદ આત્મહત્યાની ઘણી ઘટનાઓ સામે આવી છે. દરમિયાન, પંકજા મુંડેએ તેમના કાર્યકરોને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરવાની અપીલ કરી છે,
આ અપીલ પછી પણ કાર્યકરોની આત્મહત્યાના અહેવાલો આવ્યા છે. નોંધનીય છે કે પંકડા મુંડેને લોકસભા ચૂંટણીમાં માત્ર 6553 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેના પછી તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ આઘાતમાં આવી ગયા છે.બીડ લોકસભા મહાયુતિના ઉમેદવાર પંકજા મુંડે આ લોકસભા ચૂંટણીમાં હારી ગયા છે. મહાવિકાસ આઘાડીના ઉમેદવાર બજરંગ સોનવણે અને પંકજા મુંડે વચ્ચે સીધો મુકાબલો હતો. બીડ લોકસભા ક્ષેત્રમાં 15 લાખ 19 હજાર 523 મતદારોએ મતદાન કર્યું હતું. પંકજા મુંડે 6 હજાર 553 મતોથી ચૂંટણી હારી ગયા. ચુકાદો 4 જૂને જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ પંકજા મુંડેની હારના કારણે યુવાનોએ આત્મહત્યા કરવાનું શરૂ કરી દીધું હતું.
પંકજા મુંડેની હારને કારણે સચિન કોંડિબા મુંડે (ઉંમર 30, જિલ્લો લાતુર), પાંડુરંગ રામભાઈ સોનવણે (અંબાજોગાઈ જિલ્લો બીડ), પોપટ વૈભસે (જિલ્લો બીડ) અને ગણેશ ઉર્ફે હરિભાઈ ભાઈસાહેબ બડે (ઉંમર 35, જીલ્લો બીડ) એ આત્મહત્યા કરી લીધી છે. જેમાંથી સચિન મુંડેએ 7મી જૂને, પાંડુરંગ સોનવણેએ 9મી જૂને, પોપટરાવ વૈભાસેએ 10મી જૂને અને ગણેશ બડેએ 16મી જૂને આત્મહત્યા કરી હતી.પંકજા મુંડેએ મૃતકના પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના આપી હતી. તેમણે પોપટરાવ વૈભાસેના માસૂમ બાળકો અને પરિવારોની તમામ જવાબદારી ઉપાડવાનું પણ વચન આપ્યું હતું. આ મામલે પંકજા મુંડેએ તેમના સમર્થકોને ભાવનાત્મક અપીલ પણ કરી હતી કે તેઓ ગુસ્સામાં આવીને એવું કોઈ પગલું ન ભરે જે તેમને અને તેમના પરિવાર ઉપર આફત ન આવે.
Reporter: News Plus