લોક ગાયિકા ગીતાબેન રબારી દ્વારા શિવ ઉપાસનાનાં ગીતો અને ભજનો ગાઈને લોકોને શિવમય બનાવ્યા હજારોની જનમેદની શિવોત્સવ પર્વનાં રંગમાં રંગાઈ ને શિવ વંદના કાર્યક્રમમાં ઉમટી ધારા સભ્ય કેતન ઇનામદાર અને ધારા સભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા.

કેતન ઇનાંમદાર અને યોગેશ પટેલ દ્વારા લોક ગાયિકા ગીતાબેન રબારી અને તેમની સમગ્ર ટીમને પુષ્પગુચ્છ અને શિવ પ્રતિમા અર્પણ કરી શુભકામના પાઠવી. ગીતાબેન દ્વારા શિવ ભજનો ગાઈ ને લોકોને મંત્રમુગ્ધ કર્યા સાવલીનું ભાટિયા ગ્રાઉન્ડ શિવમય બન્યું ગીતાબેન દ્વારા આ આયોજનનાં આયોજક શિવ પરિવાર અને સાવલી ની જનતા અને ધારા સભ્ય કેતન ઈનામદારનો આભાર માન્યો.

સાથે સાથે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું હું અને યોગેશ કાકા બંને સ્વામીજીના શિષ્ય છીએ સ્વામીજી એ યોગેશ કાકાને આશીર્વાદ આપ્યા હતા કે જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી કોઈ દિવસ ચૂંટણી નહીં હરું.


Reporter: admin







