મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, વડોદરા દ્વારા તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ શિનોર આઈ. ટી. આઈ. ખાતે રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો સાથે અનુબંધમ પોર્ટલમાં નામ નોંધણી કેમ્પ તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સંરક્ષણ ક્ષેત્ર અને અગ્નિવીર ક્ષેત્રની ભરતીમાં જોડાવા માટેની ૯૦ પુરુષ ઉમેદવારો માટેની ૩૦ દિવસની ફ્રી(નિ:શુલ્ક) નિવાસી તાલીમ યોજવામાં આવે છે. જેમાં વધારે માં વધારે યુવાનો જોડાય તે માટે નિવાસી તાલીમ યોજનાની સમજ આપીને તાલીમ માટે ૨૬ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ સાથે રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ ઓનલાઈન પોર્ટલની સેવા લેવા માટે ૧૪૦ જેટલા ઉમેદવારોએ નામ નોંધણી કરાવેલ હતી.
આ કેમ્પ અને સેમીનારમાં અને કેમ્પમાં હાજર રહી શકયા નથી. તેવા ઉમેદવારો તરસાલી ખાતે આવેલ રોજગાર કચેરીનો રુબરુ સંપર્ક કરીને તેમજ આપેલ કયુઆર કોડ પર લીંક ફોર્મ ભરીને ઓનલાઈન નામ નોંધણી કરે તેમજ અગ્નીવીર અને સંરક્ષણ ભરતી માટેની ફી નિવાસી તાલીમ તેમજ વિદેશમા રોજગારી કે શિક્ષણ માટે જતા પહેલા સેફ લીગલ માઈગ્રેશન માટે માર્ગદર્શન મેળવી શકે છે.આગામી તાલુકા કક્ષાના રોજગારલક્ષી સેમીનાર અને કેમ્પ તા.૨૪/૦૯/૨૦૨૪ ના રોજ વાઘોડિયા તાલુકામાં તેમજ તા.૨૬/૦૯/૨૦૨૪ ના રોજ ડભોઈ તાલુકામાં યોજાશે. જેમાં વધુમાં વધુ ઈચ્છુક ઉમેદવારો ભાગ લે તેમ વડોદરા જિલ્લા મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીની એક યાદીમાં જણાવાયું છે.
Reporter: admin