લાહ્ય જેવો ઉનાળો ઉકળી રહ્યો છે.તેવા સમયે મનપા દ્વારા નાગરિકોની સુવિધા અને સલામતી માટે કરવા જરૂરી ચોમાસા પહેલાના વિવિધ કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે.
સ્થાયી સમિતિના અધ્યક્ષ મતદાન પૂરું થઈ જતાં બળબળતા તાપમાં લોકોને સુવિધા આપવાના પ્રાથમિક કામોની ઝડપ વધારવા મેદાનમાં ઉતર્યા છે.
ગુણવત્તા વાળા કામોનો આગ્રહ રાખતા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ પશ્ચિમ ઝોનમાં થઈ રહેલા વિવિધ પ્રિ મોન્સુન કામોની મુલાકાત લઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગુણવત્તા જાળવીને કામો ઝડપથી અને સમય મર્યાદા માં પૂરા કરવા જણાવ્યું હતું.
આ નિરીક્ષણ દરમિયાન સન ફાર્મા રોડ પર ચાલી રહેલા પેવર બ્લોકના કામની કામગીરી નબળી જણાતા બહુધા કુલ રહેતા ડો. શીતલ ગરમ થયા હતા અને આ કામગીરી નવેસર થી કરવાની કડક સૂચના આપી હતી.
કામ દરમિયાન સંબંધિત ઠેકેદાર ની બેદરકારી થી કેચપિટ માં રેતી ભરાઈ જતાં ગટર ભરાઈ ગયાનું તેમના ધ્યાન પર આવ્યું એટલે એના પોતાના ખર્ચે સાફ સફાઈ કરાવવાની તાકીદ કરી હતી.
તેમણે સનફાર્મા ચાર રસ્તા થી નિલામ્બર ચાર રસ્તા સુધી નવિન રસ્તાના કામનું નિરિક્ષણ કર્યું અને રોડ વાઇડનિંગ, કાર્પેટ, સિલ્કોટ, ડિવાઇડરના ચાલી રહેલા કામોનું, સંબંધિત કોન્ટ્રાક્ટરોને સ્થળપર હાજર રાખી નિરીક્ષણ કરવાની સાથે કામના ક્વોલિટિ કંટ્રોલ માટે સુચના આપી હતી. અને ચોમાસાની ઋતુ નજીક હોવાથી સદરહુ કામગીરી વધુ ઝડપથી પુર્ણ થાય અને નાગરીકોને તકલીફના પડે તે બાબતની પૂરતી કાળજી લેવાનીકડક સુચના આપી હતી.
ડો. શિતલ મિસ્ત્રીએ ભાયલી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ વરસાદી ગટર, પાણીની લાઇનો તથા ડ્રેનેજ લાઇન નાખવાના ચાલી રહેલા કામોની ચકાસણી મુલાકત સમયે જે ખોદકામ કર્યું છે તે તમામ કામગીરી ઝડપથી પુર્ણ કરી ગ્રાઉટિંગ કરી રસ્તાઓ સમતળ કરવા જણાવ્યું જેથી નાગરીકોને ચોમાસા દરમ્યાન
કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે .તમામ વિભાગના અધિકારીઓને તે પ્રમાણે કાર્ય આયોજન અને અમલનું માર્ગદર્શન તેમણે આપ્યું હતું.
Reporter: News Plus