CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result 2024) પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું રિઝલ્ટ સત્તાવાર વેબસાઈટ્સ cbse.nic.in અને cbseresults.nic.in પર જઈને ચેક કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણામ DigiLocker અને ઉમંગ એપ પરથી પણ ચેક કરી શકે છે. બોર્ડે જાણકારી આપી છે કે આ વર્ષે ધોરણ 12 માટે 1633730 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 1621224 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1426420 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ધોરણ 12માં એકંદરે પાસ થવાની ટકાવારી 87.98 ટકા છે, જે ગયા વર્ષના 87.33 ટકાથી વધુ છે.
આ વખતે પણ CBSE બોર્ડના પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓએ બાજી મારી લીધી છે. આ વખતે છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 રહી. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા રહી. છોકરાઓ કરતાં 6.40 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. દેશભરમાં ત્રિવેન્દ્રમ સૌથી આગળ છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે. દિલ્હી વેસ્ટની પાસ ટકાવારી 95.64 ટકા રહી છે.
..
Reporter: News Plus