એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મીટરમાં વધુ બિલ આવતા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું છે અને જેને પગલે સુભાનપુરા કચેરી ખાતે સ્થાનિકોએ હલ્લો મચાવ્યો હતો અને મીટર બદલવાની માગ કરી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે જોકે સ્થાનિક રહીશો દ્વારા આ મીટરમાં વધુ બિલ આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ ઉનાળા દરમિયાન એક મહિનામાં 1200 થી 1400 રૂપિયા બિલ આવતું હતું પરંતુ હવે માત્ર 10 જ દિવસમાં એક હજાર રૂપિયાનું રિચાર્જ પૂર્ણ થઈ જાય છે એટલે રોજનું 90 થી 100 રૂપિયાનું બિલ વપરાય છે.
જે ઘણું કહેવાય ત્યારે સ્થાનિકોએ સુભાનપુરા કચેરી ખાતે આજે હલ્લો મચાવ્યો હતો અને આ મીટરો બદલવાની માગ કરી હતી.
Reporter: News Plus