News Portal...

Breaking News :

તરસાલી સોની પરિવાર આપઘાત પ્રકરણમાં પિતા - પુત્રની તબિયતમાં સુધારો

2024-05-13 12:28:46
તરસાલી સોની પરિવાર આપઘાત પ્રકરણમાં પિતા - પુત્રની તબિયતમાં સુધારો


વડોદરા તરસાલીમાં રહેતા સોની પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં સયાજી હોસ્પિટલમાં દાખલ પિતા - પુત્રની હાલત સુધારા પર છે. તેઓનો જીવ બચી ગયો છે. જેથી, હવે પોલીસ દ્વારા તેઓની પૂછપરછ ટૂંક સમયમાં શરુ કરાશે. ત્યારબાદ સામૂહિક આપઘાતના પ્રયાસનું રહસ્ય ખૂલશે.  



સોની પરિવારે કરેલા સામૂહિક આપઘાતના પ્રયાસના કેસમાં મૃતક બિન્દુબેનના ભાઇ મનોજભાઇ સોનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, મારા બનેવી ચેતન સોની ગત તા.૧ લી એ રાતે શેરડીનો રસ ઘરે લાવ્યા હતા.તેઓએ શેરડીના રસમાં ઝેર જેવું કેમિકલ ભેળવીને મારી બહેન બિંદુ,મારા ભાણેજ આકાશ તથા મારી બહેનના સસરા મનહરભાઇને પીવડાવી દેતા તેઓને ઝાડા ઉલ્ટી થઇ ગયા હતા. ત્રણેયને પાડોશીઓની મદદથી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન મારી બહેન બિંદુ તથા બિંદુના સસરા મનહરભાઇનું મોત થયું હતું. જ્યારે આકાશ સારવાર  હેઠળ છે. 


મકરપુરા પોલીસે ચેતન સોનીની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેણે પણ ઝેર ગટગટાવી લીધું હતું. જેના કારણે ચેતન સોનીને પણ આઇ.સી.યુ.માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પિતા - પુત્ર આઇ.સી.યુ.માં દાખલ હોવાથી તેઓની પૂછપરછ થઇ શકી નહતી. સામૂહિક આપઘાતના પ્રયાસના કેસનું રહસ્ય અકબંધ રહ્યું હતું. પોલીસ તેઓના ભાનમાં આવવાની રાહ જોઇ રહી હતી. દરમિયાન પિતા - પુત્રની હાલત હવે સારી છે. તેઓ ભાનમાં આવી ગયા છે અને ખતરાની બહાર  છે.પરંતુ, તેઓ હજી નિવેદન આપી શકે તેવી હાલતમાં નથી. મકરપુરા પી.આઇ. જે. એન.  પરમારે જણાવ્યું છે કે, તેઓના ડી.ડી. લેવડાવવામાં આવશે. તેઓની પૂછપરછ પછી જ સામૂહિક આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળશે.

Reporter: News Plus

Related Post