News Portal...

Breaking News :

કુલ- ૧૨૨ બાળક/બાળકી/મહિલા/પુરૂષને શોધી તેના વાલી-વારસો સાથે મીલન કરાવતી પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની શી-ટીમ

2024-06-14 16:40:44
કુલ- ૧૨૨ બાળક/બાળકી/મહિલા/પુરૂષને શોધી તેના વાલી-વારસો સાથે મીલન કરાવતી પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાની શી-ટીમ


ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રેલ્વે, ગુ.રા. અમદાવાદ  પરિક્ષીતા રાઠોડ સાહેબ તથા મહે. પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલ્વે વડોદરા સરોજકુમારી સાહેબ નાઓએ ટ્રેનોમા મુસાફરી કરતાં મહિલા અને બાળકોની સુરક્ષા સુદઢ કરવા અને વરિષ્ઠ નાગરીકોની મદદ કરવાના હેતુથી તથા નાના બાળકો કોઇ ક્રાઇમનો ભોગ ન બને તે સારૂં ‘’ SHE TEAM ‘’ ની રચના કરવામાં આવેલ જેમાં વધુમાં વધુ કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપવામા આવેલ.જે આધારે શી-ટીમ ઇન્ચાર્જ એ. જે. પંડયા પો.સબ ઇન્સ., નાઓની સુચના આધારે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા હેઠળના 10 પોલીસ સ્ટેશનો ખાતે શી ટીમમાં કામ કરતા પોલીસ કર્મચારીઓએ માહે. એપ્રિલ-૨0૨૪ ના માસ દરમ્યાન ભુલા પડેલા બાળકો તથા બાળકી ઘરેથી નિકળી ગયેલા સ્ત્રી/પૂરૂષો રાજ્ય તથા રાજ્ય બહારના બાળકો/બાળકી/ પુરૂષો/સ્ત્રીઓને શોધી તેના વાલી-વારસો તથા પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે. જેમાં ૦ થી ૧૮ વર્ષના વાપી- બે બાળક આઠ બાળકી, વલસાડ-એક બાળક એક બાળકી સુરત- ઓગણીસ  બાળક અને ઓગણત્રીસ બાળકીઓ, ભરૂચ- ચાર બાળકી, વડોદરા- નવ બાળક છ બાળકી, આણંદ-એક  બાળકી, ગોધરા-એક બાળક,  દાહોદ-એક બાળક ચાર બાળકી મળી ૩૩-બાળકો તથા ૫૩-બાળકી એમ કુલ- ૮૬ બાળકો તથા બાળકીઓને તેઓના પરિવાર સાથે પુન: મિલન કરાવે તેમજ ૧૮ વર્ષથી ઉપરના વાપી - એક પુરૂષ બે સ્ત્રી , સુરત- આઠ પુરૂષ સાત સ્ત્રી, ભરૂચ- એક સ્ત્રી, વડોદરા- બે પુરૂષ આઠ સ્ત્રી, આણંદ-એક સ્ત્રી, નડિયાદ- એક સ્ત્રી,  દાહોદ-એક પુરૂષ ચાર સ્ત્રી કુલ મળી ૧૨-પુરૂષ તથા ૨૪- સ્ત્રી મળી કુલ-૩૬ સ્ત્રીઓ તથા પૂરૂષોનો શોધી તેઓના પરિવાર સાથે પુન: મિલન કરાવેલ છે. તે રીતે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા ખાતે ૧0 પોલીસ સ્ટેશનો ખાતે “શી ટીમમાં” ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ કુલ-૫૭ બાળક/બાળકીઓ, તથા પૂરૂષો/સ્ત્રીઓને પોતાના પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ. ૧૦ તથા ઉ.વ.૧૩ ના બન્ને  બાળકઓ  ગુમ થયા અંગેની નગલાસીંઘિ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં. ૦૦૫૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોય તા. ૦૧/૦૫/૨૦૨૪ નારોજ વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકોનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના પોલીસ ના કર્મચારી તથા બાળકોના વાલી વારસો આવતા તેઓને કબ્જો સોપતા નગલાસીંઘિ પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ થયેલ છે.જે પૈકી આણંદ રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મૈસુર કર્ણાટક ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૩ બાળકી ગુમ થયા અંગેની મહિલા પોલીસ સ્ટેશન(મૈસુર) માં ફસ્ટ ગુ.ર.નં.૩૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૦૭/૦૪/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય આણંદ રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો તા.૧૬/૦૪/૨૦૨૪ નારોજ નારોજ બાળકી મૈસુર ડીસ્ટ્રીકટ પોલીસને સોંપતા કર્ણાટકના મહિલા પોલીસ સ્ટેશન (મૈસુર)નો ગુનો ડીટેક્ટ થયેલ છે.


તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૩ બાળકી તથા ઉ.વ.૨૦ પુરૂષ ગુમ થયા અંગેની પ્રતાપગઢ જીલ્લાના બાઘરાયા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં. ૧૫૨/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩, ૧૨૦ બી મુજબ તા ૦૯/૦૫/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકી તથા પુરૂષનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના પોલીસ ના કર્મચારી તથા બાળકીના વાલી વારસો તા.૧૧/૦૫/૨૦૨૪ નારોજ આવતા તેઓને કબ્જો સોપતા પ્રતાપગઢ જીલ્લાના બાઘરાયા પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૪ તથા ઉ.વ.૧૬ બંન્ને બાળકી ગુમ થયા અંગેની ગૌરા ચૌરાહા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૫૬/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૨૦/૦૪/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બંન્ને બાળકીનો કબ્જો તા.૨૨/૦૪/૨૦૨૪ નારોજ બંન્ને બાળકીના પિતા તથા પોલીસને સોંપતા ઉતરપ્રદેશના ગૌરા ચૌરાહા પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા હરિયાણા ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૫ બાળક  ગુમ થયા અંગેની હરિયાણા બાદલી પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૯૨/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૪૬ મુજબ તા ૦૧/૦૪/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકનો કબ્જો તેના પિતા તથા પોલીસને સોંપતા ઝંઝર જીલ્લાના બાદલી પોલીસ સ્ટેશન (હરિયાણા) વાળાનો ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા દિલ્લી ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળકી ગુમ થયા અંગેની  સાગરપુર પોલીસ સ્ટેશન  ફસ્ટ ગુ. ર. નં ૨૭૨/૨૦૨૪ ઇ. પી.કો કલમ ૩૬૩ મુજબ તા.૦૨/૦૪/૨૦૨૪ નારોજ ગુનો દાખલ થયેલ  હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો તા.૦૫/૦૪/૨૦૨૪ ના રોજ સદર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. તથા વુમન કોન્સ આવતા તેઓને કબ્જો સોપતા સાગરપુર પોલીસ સ્ટેશન (દિલ્લી) વાળાનો ગુનો ડીટેકટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા સુરત ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળક ગુમ થયા અંગેની અમરોલી પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૭૩૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકનો કબ્જો તા.૧૩/૦૪/૨૦૨૪ નારોજ પોલીસને સોંપતા સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મઘ્યપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળકી  ગુમ થયા અંગેની કોતવાલી અનુપપુર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં. ૨૮૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૨૭/૦૫/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય તા.૨૯/૦૫/૨૦૨૪ નારોજસુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના પોલીસ ના કર્મચારી તથા બાળકીના વાલી વારસો આવતા તેઓને કબ્જો સોપતા મધ્યપ્રદેશ અનુપપુર પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મહારાષ્ટૂ તથા બિહાર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળકી તથા ઉ.વ.૨૨ પુરૂષ ગુમ થયા અંગેની તુળીજ પોલીસ સ્ટેશન નાલાસોપારમાં ફસ્ટ ગુ.ર.નં. ૪૦૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકી તથા પુરૂષનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના પોલીસ ના કર્મચારી તથા બાળકીના વાલી વારસો આવતા તેઓને કબ્જો સોપતા નાલાસોપાર તુળીજ પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેકટ થયેલ છે.તેમજ દાહોદ રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરાખંડ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૫ બાળકી તથા ઉ.વ.૧૬ બાળક ગુમ થયા અંગેની બાણગંગા પોલીસ સ્ટેશનમાં .મિસીંગ અરજી નં.૨૨૨/૨૦૨૪ તા.૧૪/૦૫/૨૦૨૪ નારોજ દાખલ થયેલ હોય દાહોદ રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકી તથા બાળકનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ આવતા તેઓને કબ્જો સોપતા બાણગંગા પોલીસ સ્ટેશનની મિસીંગ અરજી ડીટેકટ થયેલ છે.


તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા હરિયાણા ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૭ બાળકી ગુમ થયા અંગેની ઇડસ્ટ્રીયલ સેકટર નં.૨૯ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૨૪૦/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબ તા ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો તા.૨૭/૦૪/૨૦૨૪ નારોજ બાળકીના માતાપિતાને સોંપતા હરિયાણાના ઇડસ્ટ્રીયલ સેકટર નં.૨૯ પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે.જે પૈકી સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા નાસિક મહારાષ્ટ્ર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૭ બાળક ગુમ થયા અંગેની ઇંદીરાનગર પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.નં.૯૮૯/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબ તા ૦૧/૦૫/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકનો કબ્જો સદર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ  તથા સદર બાળકની માતા નાઓ આવતા તેઓના યોગ્ય આધાર પુરાવા તથા સદર ગુનાની એફ.આઇ.આર લઇ બાળકનો કબ્જો તેની માતા તથા પોલીસને સોંપતા મહારાષ્ટ્રના ઇંદીરાનગર પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૨૧ સ્ત્રી અંગે સહારાનપુર પોલીસ સ્ટેશનમાં મીસીંગ આવક અરજી નં.૫૩/૨૦૨૪  તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ અરજી દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા સ્ત્રીનો કબ્જો તેના માતાને સોંપતા સહારાનપુર પોલીસ સ્ટેશન ઉતરપ્રદેશ વાળાની મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ખોડિયારનગર વડોદરા ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૨૧ સ્ત્રી તથા ઉ.વ.૨૧ પરુષ બંન્ને  ગુમ થયા અંગેની અરજી વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં આવક રજી.નં. ૬૦૩/૨૦૨૪ તા ૩૦/૦૩/૨૦૨૪ થી આપેલ હોય  વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બંન્ને સ્ત્રી પુરૂષને શોઘી કાઢી તા.૦૫/૦૪/૨૦૨૪ નારોજ બંન્નેનો કબ્જો પુરૂષ ના માતાપિતાને સોંપતા વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનની ગુમ અરજી ડીટેક્ટ થયેલ છે.આ મુજબના પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાના ખાતે ૧0 પોલીસ સ્ટેશનો ખાતે  “શી ટીમમાં“ ફરજ બજાવતા કર્મચારીઓએ રાજ્ય તથા રાજ્ય બહારના કુલ-૧૨૨ બાળકો/ બાળકી/પુરૂષો/સ્ત્રીઓને શોધી તેના વાલી-વારસો તથા પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે.તેમજ ટ્રેનોમા મુસાફરી કરતાં મહિલા અને બાળકો કોઇ ક્રાઇમનો ભોગ ન બને તે સારૂં અત્રેના યુનિટના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ”SHE TEAM” માં કામ કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા  સ્ત્રી-પુરૂષો બાળકોને સમજ કરવામાં આવી.

Reporter: News Plus

Related Post