ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રેલ્વે, ગુ.રા. અમદાવાદ શ્રી સરોજકુમારી તથા મહે. પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ રેલ્વે વડોદરા શ્રી સરોજકુમારી સાહેબ નાઓએ ટ્રેનોમા મુસાફરી કરતાં મહિલા અને બાળકોની સુરક્ષા સુદઢ કરવા અને વરિષ્ઠ નાગરીકોની મદદ કરવાના હેતુથી તથા નાના બાળકો કોઇ ક્રાઇમનો ભોગ ન બને તે સારૂં ‘’ SHE TEAM ‘’ ની રચના કરવામાં આવેલ જેમાં વધુમાં વધુ કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન જે આધારે શી-ટીમ ઇન્ચાર્જશ્રી એ.જે.પંડયા પો.સબ.ઇન્સ. નાઓની સુચના આધારે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા હેઠળના ૧0 પોલીસ સ્ટેશનો ખાતે શી ટીમમાં કામ કરતા પોલીસ કર્મચારીઓએ માહે.જાન્યુઆરી/ફેબ્રુઆરી/માર્ચ-૨0૨૪ ના માસ દરમ્યાન ભુલા પડેલા બાળકો તથા બાળકી ઘરેથી નિકળી ગયેલા સ્ત્રી/પૂરૂષો રાજ્ય તથા રાજ્ય બહારના શોધી તેના વાલી-વારસો તથા પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે,જેમાં ૦ થી ૧૮ વાપી-બે બાળક પાંચ બાળકી, વલસાડ-એક બાળક બે બાળકી, સુરત- તેવીસ બાળક અને સતીયાવીશ બાળકીઓ, ભરૂચ- ત્રણ બાળક ચાર બાળકી, વડોદરા- દસ બાળક સોળ બાળકી, આણંદ-બે બાળક બે બાળકી, ગોઘરા- એક બાળક એક બાળકી દાહોદ- એક બાળક ત્રણ બાળકી મળી – બાળકો ૪૩ તથા ૬૦-બાળકી મળી કુલ- ૧૦૩ બાળકો તથા બાળકીઓને તેઓના પરિવાર સાથે પુન: મિલન કરાવેલ છે.તેમજ ૧૮ વર્ષથી ઉપરના વાપી- એક પુરૂષ ચાર સ્ત્રી, વલસાડ- બે પુરૂષ બે સ્ત્રી, સુરત- આઠ પૂરૂષ તથા સતીયાવીશ સ્ત્રી, ભરૂચ- ત્રણ પુરૂષ સાત સ્ત્રી, ડભોઇ- એક સ્ત્રી, વડોદરા- છ પૂરૂષ તેર સ્ત્રી, આણંદ- એક પુરૂષ ચાર સ્ત્રી, નડીયાદ- ત્રણ સ્ત્રી, ગોઘરા- એક પુરુષ ત્રણ સ્ત્રી, દાહોદ- બે સ્ત્રી મળી ૨૨-પુરૂષ તથા ૬૬- સ્ત્રી મળી કુલ-૮૮ સ્ત્રીઓ તથા પૂરૂષોનો શોધી તેઓના પરિવાર સાથે પુન: મિલન કરાવેલ છે. તે રીતે પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરા ખાતે ૧0 પોલીસ સ્ટેશનો ખાતે “શી ટીમમાં” ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ કુલ-૧૯૧ બાળક/બાળકીઓ, તથા પૂરૂષો/સ્ત્રીઓને પોતાના પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે.જે પૈકી વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓએ ઉ.વ.૦૯ નો બાળક ઘરેથી નીકળી આવેલ વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા કોતવાલી શહેર પોલીસ સ્ટેશન (ઉતરપ્રદેશ) ખાતે ફ.ગુ.ર.નં.૦૦૦૬/૨૦૨૪ ઇ.પી.કો.૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જેનો કબ્જો કોતવાલી શહેર પોલીસ સ્ટેશન ( ઉતરપ્રદેશ) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ હોય,તેમજ દાહોદ રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉ.વ.૦૯ બાળકી ઘરેથી નીકળી આવેલ જે અંગે વાડી નગર પોલીસ સ્ટેશનમાં ફ.૩૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ જેનો કબ્જો મનશોર જીલ્લાની વાડીનગર પો.સ્ટે.ના પોલીસને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ હોય,તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા સુરત શહેર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૦ બાળક અંગે સુરત શહેરના કડોદરા પોલીસ સ્ટેશનમાં મીસીંગ આવક અરજી.નં.૬૩૨/૨૦૨૪ તા.૨૧/૦૩/૨૦૨૪ નારોજ અરજી દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકનો કબ્જો તેના પિતાને સોંપતા કડોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર વાળાની મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતરપ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૩ બાળકી અંગે ઉતરપ્રદેશના કૌશમ્બી જીલ્લાના ઇકાઇ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબનો તા.૧૯/૦૨/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો તેના માતાને સોંપતા કૌશમ્બી જીલ્લાના ઇકાઇ પોલીસ સ્ટેશન (ઉતરપ્રદેશ) વાળાનો ગુનો ડીટેક્ટ થયેલ છે.
તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉ.વ.૧૪ ની બાળકી ઘરેથી નીકળી આવેલ જે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમા મીસીંગ અરજી નંબર ૫૮૧/૨૪ તા.૧૮/૦૨/૨૪ થી નોંધ કરાવેલ હતી જેનો કબ્જો વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન વાળા તથા તેના વાલીવારસોને સોંપતા થાનગઢ પોલીસ સ્ટેશનની મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા ઉતર પ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૪ બાળકી તથા ઉ.વ.૧૯ નો પરુષ નાઓ અંગે ઉત્ત્રપ્રદેશના કૌશામ્બી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં૨૩/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબનો તા.૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો કૌશામ્બી પોલીસ સ્ટેશન (ઉતરપ્રદેશ) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મઘ્ય પ્રદેશ ખાતેથી ઘરેથી નિકળીને આવેલ બાળકી ઉ.વ.૧૬ નાઓ અંગે બિરસિહપર જીલ્લાના સતના જીલ્લાના સભાપુર પોલીસ સ્ટેશન (મઘ્ય પ્રદેશ) ખાતે ફ.ગુ.ર.નં. ૨૦/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો તા.૦૨/૦૨/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો સભાપુર પોલીસ સ્ટેશન (મઘ્યપ્રદેશ) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા દિલ્લી શહેર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળકી અંગે દિલ્લી શહેરના બવાના પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૨૩૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો દિલ્લી પોલીસ તથા તેના પિતાને સોંપતા દિલ્લી શહેરના બવાના પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા રાજસ્થાન ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૬ બાળકી તથા ઉ.વ.૨૩ નો પરુષ નાઓ અંગે રાજસ્થાનના કોટા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૫૫/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો તા.૦૩/૦૩/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો તેના પિતાને તથા પુરૂષનો કબ્જો કોટા પોલીસ સ્ટેશન (રાજસ્થાન) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (ઉતર પ્રદેશ) ખાતે ઘરેથી નિકળીને આવેલ ઉ.વ. ૧૬ બાળકી તથા ઉ.વ.૨૩ સ્ત્રી નાઓ અંગે કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં મીસીંગ નં.૦૫/૨૦૨૪ તા.૨૭/૦૧/૨૦૨૪ દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા તેનો કબ્જો કોતવાલી નગર પોલીસ સ્ટેશન ઉતરપ્રદેશ વાળાને સોંપતા મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (મઘ્ય પ્રદેશ) ખાતેથી ઘરેથી નિકળીને આવેલ બાળકી ઉ.વ.૧૭ નાઓ અંગે હુશગાબાદ કોતવાલી પોલીસ સ્ટેશન (મઘ્ય પ્રદેશ) ખાતે ફ.ગુ.ર.નં. ૬૫/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો તા.૨૧/૦૧/૨૦૨૪ નારોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો હુશગાબાદ કોતવાલી પોલીસ સ્ટેશન ( મઘ્યપ્રદેશ) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મહારાષ્ટ્ર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ બાળકી ઉ.વ.૧૭ નાઓ અંગે કોપરખૈરણે પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે ફ.ગુ.ર.નં. ૩૮/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૬૩ મુજબનો તા.૧૧/૦૨/૨૦૨૪ ના રોજ ગુનો દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો કોપરખૈરણે પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર પોલીસ સ્ટેશન વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (મહારાષ્ટૂ) ખાતેથી ઘરેથી નિકળીને આવેલ બાળકી ઉ.વ.૧૭ નાઓ અંગે થાણે શહેર પોલીસ સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતે ફ.ગુ.ર.નં. ૯૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ -૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો થાણે પોલીસ સ્ટેશન ( મહારાષ્ટ્ર) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા મહારાષ્ટ્ર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૭ બાળકી અંગે વિરાર ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફ.ગુ.ર.નં.૧૯૮/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે. ખાતેની શી ટીમ દ્વારા બાળકીનો કબ્જો વિરાર પોલીસ સ્ટેશનના પો.કોન્સ. એસ.જે.ભતાને તથા બાળકીની ફોઇ નાઓને તા.૦૭/૦૩/૨૪ નાઓને સુપ્રત કરતા વિરાર ઇસ્ટ (મહારાષ્ટ્ર) પોલીસ સ્ટેશનનો ગુનો ડીટેક્ટ થયેલ છે,તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા રાજસ્થાન ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૮ ની સ્ત્રી તથા ઉ.વ.૨૫ ના પુરૂષ અંગે રાજસ્થાન જી.દૌસા ના બસવા પોલીસ સ્ટેશનમાં ગુમ રજી.નં.૦૦૦૩/૨૦૨૪ તા.૨૮/૦૩/૨૦૨૪ નારોજ અરજી દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા સ્ત્રી તથા પુરૂષનો કબ્જો બસવા ના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. નાઓને તા.૩૦/૦૩/૨૦૨૪ નારોજ સોંપતા (રાજસ્થાન) જી.દૌસા ના બસવા પોલીસ સ્ટેશન વાળાની ગુમ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓએ ઉ. વ. ૧૯ સ્ત્રી ઘરેથી નિકળીને આવેલ અંગેની બરૂરાજ બિહાર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ. ર. નં ૦૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬ મુજબ ગુનો દાખલ કરાવેલ હોય જેથી તા.૧૪/૦૧/૨૦૨૪ નારોજ સદર પોલીસ સ્ટેશના પો.સબ ઇન્સ શ્રી નાઓ તથા બાળકીના ભાઇ આવતા તેઓને કબ્જો સોપવામાં આવેલ સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા બરૂરાજ (બિહાર) પોલીસ સ્ટેશને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા(ભાઇદર-વસઇ) ખાતે ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૯ સ્ત્રી નાઓ અંગે નવઘર પોલીસ સ્ટેશન(મીરા ભાઇદર-વસઇ વિરાર)માં મીસીંગ નં.૦૬/૨૦૨૪ તા.૧૦/૦૧/૨૦૨૪ દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા તેનો કબ્જો નવઘર પોલીસ સ્ટેશન વસઇ વિરાર વાળાને સોંપતા મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (છતીસગઢ) ખાતે ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૧૯ સ્ત્રી નાઓ અંગે ફિંગેશ્વર પોલીસ સ્ટેશન (છતીસગઢ)માં મીસીંગ નં.૦૨/૨૦૨૪ તા.૧૭/૦૧/૨૦૨૪ દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા તેનો કબ્જો ફિંગેશ્વર પોલીસ સ્ટેશન છતીસગઢ વાળાને સોંપતા મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ ગોઘરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓએ ઉ.વ.૧૯ પુરુષ તથા ઉ.વ. ૧૯ ની સ્ત્રી ઘરેથી નીકળી આવેલ આ અંગે બેગાબાદ પોલીસ સ્ટેશન (ઝાંરખડ) ખાતે ફ.ગુ.ર.નં. ૨૬૯/૨૦૨૩ ઇ.પી.કો. ૩૬૬ એ. ૫૦૪, ૫૦૬,૩૪ અને ૮(૧ર) પોસ્કો કલમ મુજબનો ગુનો દાખલ થયેલ હોય, જે બંન્ને નો કબ્જો બેગાબાદ પોલીસ સ્ટેશન ( ઝાંરખડ) વાળાને સોંપતા ગુનો ડીટેક્ટ થયેલ હોય,તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (મઘ્યપ્રદેશ) ખાતે ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૨૦ સ્ત્રી નાઓ અંગે હરદા પોલીસ સ્ટેશનમાં મીસીંગ નં.૦૭/૨૦૨૪ તા.૧૧/૦૧/૨૦૨૪ દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા તેનો કબ્જો હરદા પોલીસ સ્ટેશન જી.હર્દા રાજય મઘ્યપ્રદેશ વાળાને સોંપતા મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા જુનાગઢ શહેર ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૨૨ ની સ્ત્રી અંગે જુનાગઢ શહેરના બી ડીવીઝનના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ રજી.નં.૦૪/૨૦૨૪ તથા ગુમ રજી. નં. ૦૧/૨૦૨૪ સ્ટે.ડા.એન્ટ્રી ૧૦/૨૦૨૪ ૨૯/૦૨/૨૦૨૪ નારોજ દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા સ્ત્રીનો કબ્જો જુનાગઢના પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. બ.નં.૧૫૧ નાઓને તા.૦૧/૦૩/૨૦૨૪ નારોજ સોંપતા જુનાગઢ પોલીસ સ્ટેશન વાળાની જાણવા જોગ અરજી ડીટેક્ટ થયેલ છે.
તેમજ વડોદરા રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા રાજસ્થાન ખાતેથી ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૨૪ ની સ્ત્રી તથા ઉ.વ.૨૩ ના પુરૂષ અંગે જયપુર સીટી પુર્વના બજાજનગર પોલીસ સ્ટેશનમાં ગુમ રજી.નં.૦૦૦૯/૨૦૨૪ તા.૨૦/૦૩/૨૦૨૪ નારોજ અરજી દાખલ થયેલ હોય, વડોદરા રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા સ્ત્રી તથા પુરૂષનો કબ્જો બજાજનગર ના પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. નાઓને તા.૨૧/૦૩/૨૦૨૪ નારોજ સોંપતા (રાજસ્થાન) જયપુર સીટી પુર્વના બજાજનગર પોલીસ સ્ટેશન વાળાની ગુમ અરજી ડીટેક્ટ થયેલ છે.તેમજ સુરત રે.પો.સ્ટે. ખાતેની “શી ટીમના” કર્મચારીઓ દ્રારા (બોરીવલી) ખાતે ઘરેથી નિકળીને આવેલ ઉ.વ.૩૦ સ્ત્રી નાઓ અંગે દહીંસર પોલીસ સ્ટેશન માં મીસીંગ નં. ૦૨/૨૦૨૪ તા.૦૪/૦૧/૨૦૨૪ દાખલ થયેલ હોય, સુરત રે.પો.સ્ટે.ખાતેની શી ટીમ દ્વારા તેનો કબ્જો દહીંસર પોલીસ સ્ટેશન ( બોરીવલી) વાળાને સોંપતા મીસીંગ અરજી ડીટેક્ટ થયેલ છે.આ મુજબના પશ્ચિમ રેલ્વે પોલીસ યુનિટ વડોદરાના ખાતે ૧0 પોલીસ સ્ટેશનો ખાતે “શી ટીમમાં“ ફરજ બજાવતા કર્મચારીઓએ રાજ્ય તથા રાજ્ય બહારના કુલ-૧૯૧ બાળકો/ બાળકી/પુરૂષો/સ્ત્રીઓને શોધી તેના વાલી-વારસો તથા પરીવાર સાથે પુન: મિલન કરાવેલ છે. તેમજ ટ્રેનોમા મુસાફરી કરતાં મહિલા અને બાળકો કોઇ ક્રાઇમનો ભોગ ન બને તે સારૂં અત્રેના યુનિટના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની ”SHE TEAM” માં કામ કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા સ્ત્રી-પુરૂષો બાળકોને સમજ કરવામાં આવી.
Reporter: News Plus