આયુષ્માન કાર્ડ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની સહારે સરકાર આવી ગઈ છે. જેમાં શ્રેષ્ઠ અને નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.

આ યોજના હેઠળ ૨૦૦૦ થી વધુ રોગોની મફત સારવાર કરવામાં આવે છે. જે સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં માન્ય છે. સરકારશ્રીની આયુષ્માન કાર્ડની મદદથી ૫ લાખ સુધીનો હોસ્પિટલ ખર્ચ સરળતાથી સરકાર ચૂકવી રહી છે.વડોદરા જિલ્લાના ફાજલપુર ગામમાં રહેતા લાભાર્થી શાંતાબેન પઢિયારએ સરકારની યોજનાઓની પ્રશંસા કરતા જણાવે છે કે,મને કેટલાક વર્ષથી ઘૂંટણમાં દુ:ખાવો થતો હતો.આ દુ:ખાવો સતત વધવા લાગ્યોએ મેં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે મારો દીકરો લઈ ગયો ત્યારે ડોક્ટરે મને મારા પગના ઘૂંટણની સર્જરી કરવાની સલાહ આપી હતી.
આ સમયે મારા દીકરાએ ડોકટરને સારવાર માટેનો ખર્ચ પૂછીયો હતો ત્યારે ડોક્ટરે ૧.૫૦ લાખ રૂપિયાથી વધુ થશે એમ કહેતાં હું અને મારો પરિવાર ખુબ જ ચિંતામાં પડી ગયા હતા કેમ કે અમારા માટે આટલા બધા રૂપિયા કાઢવા એ અઘરી વાત હતી, ત્યાર બાદ અમે ડોકટરને અમારી પાસે આયુષ્ય માન કાર્ડ હોવાની જાણકારી આપી ત્યારે તેઓએ કહ્યું કે, આયુષ્યમાન કાર્ડના આધારે સારવાર વિના મૂલ્યે થઈ જશે. આમ, મારી સારવાર છેવટે આયુષ્યમાન કાર્ડના આધારે મારૂ આ બિલ ચૂકવાય ગયું. હવે કોઇપણ જાતની ચિંતા વગર અને એકેય રૂપિયો ખર્ચ કર્યાં વગર થઈ. હવે હું એકદમ સ્વસ્થ છું. તેમણે ઉમેર્યું હતું કે,આયુષ્માન કાર્ડ મારા જેવા લોકોનો જીવન સહારો છે. હું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમારા જેવા ગરીબોના કલ્યાણ માટે શરૂ કરેલી અનેક યોજનાઓ આપી એ માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.
Reporter: admin







