આણંદ ખાતે યોજાયેલી ૧૪મી શોટોકાન ચેમ્પિયનશીપયા ૨૦ થી ૨૫ કિ.ગ્રા.મા કીડ્સ કેમ્પ પ્લે સ્કુલના વિહાન ભાવેશ ફલટણકરે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો
કરાટે ડુ ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા 14મી નેશનલ શોટોકેન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ સબ જુનિયર કેડેટ જુનિયર અને સિનિયરો માટે યોજવામાં આવી હતી. આણંદ ખાતે યોજાયેલી આ કરાટે ચેમ્પિયનશિપમાં વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતેથી વિહાન ભાવેશ ફલટણકરે પણ ભાગ લીધો હતો.
જેને 20 થી 25 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરાને ગૌરવ અપાવ્યું હતું. ત્યારે, ઉપસ્થિત મહાનુભાવો તેમજ વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતેના વિહાનના કરાટેના કોચ આદિત્ય ભાઈએ પણ તેને અભિનંદન પાઠવ્યા હતા.
Reporter: admin