News Portal...

Breaking News :

શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી તાર લગાવી આ

2025-01-05 14:20:17
શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી તાર લગાવી આ



ઉત્તરાયણ પર્વને લઈ પતંગના દોરીથી કોઈ વ્યક્તિનું ગળું ન કપાય અથવા કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે તે ઉદ્દેશ્યથી શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં આવેલ શનિદેવ મંદિર ખાતે ટુ વ્હીલર ચાલકોને વિનામૂલ્યે સેફ્ટી તાર લગાવી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. .


જેમાં 1000 થી વધુ ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી તાર લગાવી આપવામાં આવ્યું. સેફ્ટી તાર લગાવવા માટે સવારથી જ મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકો ઉમટી પડ્યા હતા. સેફ્ટી તાર લગાવવાની સાથો સાથ ચાઈનીઝ દોરી, ગુબ્બારાનો ઉપયોગ ન કરવો તેવા પોસ્ટર સાથે ઊભા રહી જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કર્યો.


શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરો જયભાઈ કાપડિયા, પ્રીતિ અગ્રવાલ, ભાવિન સોની, અનુદીપ શેઠ, વિજય શર્મા, દિનેશ ફિટર, રવિ અગ્રવાલ, નિલેશ રાઠોડ, આશિષ નાગર, મનીષ અગ્રવાલ, રોહિત અગ્રવાલ, મહેશ અગ્રવાલની મહેનતથી માત્ર બે કલાકમાં જ 1000 ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી તાર લગાવી આપવામાં આવ્યા. શનિદેવ ફાઉન્ડેશન હંમેશા ધાર્મિક, સામાજિક અને રમતગમત ક્ષેત્રે કામ કરે છે. અને આગળ પણ આ કાર્ય ચાલુ રાખશે. સેફ્ટી તાર લગાવવા આવનાર લોકોએ કાર્યક્રમની સરાહના પણ કરી

Reporter: admin

Related Post