News Portal...

Breaking News :

અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી: લોકો ડરના માર્યા ઘરની બહાર દોડયા

2025-01-05 12:45:45
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી: લોકો ડરના માર્યા ઘરની બહાર દોડયા


કાબુલ : છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આજે ફરી એકવાર વહેલી સવારે 4.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ગયા હતા. 


જોકે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. માહિતી અનુસાર આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 170 કિ.મી. ઊંડાઈએ હતું. 


ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક પછી એક ભૂકંપના ઝટકાને કારણે લોકોમાં ડર બેસી ગયો છે. આ વખતે પણ સામાન્ય ઝટકો હોવા છતાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.

Reporter: admin

Related Post