વડોદરા : પુષ્ટિમાર્ગમાં દિનતા અને સમર્પણ ઠાકોરજી મહાપ્રભુજી ને અતિ પ્રિય કાંકરોલી યુવરાજ સિદ્ધાંતકુમાર મહોદય બોડેલી વણિક સમાજ વડોદરા નું 23 મુ મુસ્નેહ મિલન , ઇનામ વિતરણ એન.આર.આઈ નું વિશિષ્ટ સન્માન, ત્રિવેણી સંગમ કાર્યક્રમ કાંકરોલી યુવરાજ સિદ્ધાંત કુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં, મુખ્ય મહેમાન ભરતભા દેસાઈ ના સાંનિધ્યમાં કૈલાશ પાર્ટી પ્લોટ આજવા રોડ ખાતે યોજાયું હતું.
પ્રારંભ સમાજની બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ દ્વારા પૂજ્યનું સમાજના આગેવાનો કારોબારી હોદ્દેદારો દ્વારા વલ્લભાધીશના જય જય ધોષ સાથે રંગારંગ સ્વાગત કરાયું. યુવાનોના સાચા પ્રેરક રાહબર વચનામૃત દ્વારા પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર એ જણાવ્યું કે જીવન જીવવાની બે રીત સંઘર્ષ અને સમર્પણ, વિવેક ,સ્નેહ ,સેવા અને સમર્પણ દ્વારા વૈષ્ણવતા ખીલાવવા અનુરોધ તમામને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. વિદાય લેતા પ્રમુખ સુમનભાઈ શાહે બોડેલી વણિક સમાજના વિકાસનો ચિતાર રજૂ કર્યો હતો.વિના સહકાર નહી ઉદ્ધાર એ ઉક્તિને સાર્થક કરવા માટે મારા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન સહકાર આપ્યો છે. તે બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું.
પ્રસંગોચિત મુખ્ય મહેમાન ભરતભાઈ દેસાઈએ બોડેલીના શૈશવના સંસ્મરણો યાદ કયૉ. પરદેશથી આવેલા 18 જેટલા એન. આર. આઈ .નું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓને શીલ્ડ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું હતું. ઉપરાંત બોડેલીના સાહિત્યકાર કવિ તરીકે પુષ્ટિમાર્ગમાં અને અન્ય વિભાગોમાં 800 થી વધુ કવિતાઓ લખનાર કમલેશભાઈ પરીખ નું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. માદરે વતન બોડેલી થી સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આમ વિસરાઈ ગયેલા બોડેલી વાસીઓ એક સ્થળ ઉપર ભેગા થઈને એકબીજાને ગળે લગાવતા હૈયેહૈયામિલાવીનેદિપાવલી પર્વ જેવો માહોલ સ્નેહમિલનમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં દીકરીઓ જમાઈઓ પણ વિશાળ સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન મહિલા અગ્રણી બિરાજબેન દેસાઈ કર્યું હતું
Reporter: admin