શનિદેવ ફાઉન્ડેશન, વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા ગોત્રીમાં આવેલ શનિદેવ મંદિર ખાતે શનિદેવ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

શનિદેવ મંદિરે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો, સાથે જ મંદિરને સજાવવામાં આવ્યો, ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરે ભગવાન શનિદેવના દર્શન કર્યા. મંદિરે બપોરે હવનનું પણ આયોજન કરાયું. બાદમાં ભક્તોએ શ્રીફળ પણ હવનમાં હોમ્યું હતું. શનિદેવ મંદિર સામે આવેલ ગાયત્રી સ્કૂલમાં મેદાનમાં જાહેર ભંડારાનું આયોજન કરાયું, જેમાં 7000 થી વધુ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી.

શનિદેવ જયંતિ નિમિત્તે આયોજિત ભંડારાને ગોત્રી વિસ્તારના ગણેશ મંડળો, મહિલા ભજન મંડળીઓ, દાતાઓ, ભક્તો તેમજ રવિ અગ્રવાલ, જય કાપડિયા, ભાવિન સોની, વિજય શર્મા, અનુદીપ શેઠ, યોગેન્દ્ર રાઠોડ, દિનેશ ફીટર, રોબિન ફિટર, રોહિત અગ્રવાલ, મનીષ અગ્રવાલ, નયન સકપાળ, આશિષ નાગર, નરેન્દ્ર નાઈ, કલ્પેશ પરમાર, આકાશ ગૌરા, કલ્પેશ ચોરગે, હેમંત પંચાલ, રાગીનીબેન જાધવ સહિતના તમામ લોકોના પ્રયાસથી ભંડારો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
Reporter: admin







