સામગ્રીમાં 250 ગ્રામ નાની બટાકી, 250 ગ્રામ પાલકની ભાજી, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 25 ગ્રામ લીલું લસણ, 1 ચમચી ઘી, ચપટી હિંગ, 4 થી 5 લીલા મરચા, 1 ચમચી જીરું, આદુનો નાનો ટુકડો, 4 ચમચી સમારેલી કોથમીર, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું અને 1 ચમચી ગરમ મસાલો જરૂરી છે.
બટાકા છોલી બાફીને તળી લેવા. પાલકની ભાજી જીણી સમારી, પાણીમાં બાફી લેવી. લીલું લસણ ચોપ કરી લેવું. ગેસ પર એક વાસણમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી મૂકી જીરું અને હિંગનો વઘાર કરવો. તેમાં પાલકની ભાજી અને વાટેલું લસણ ઉમેરવું. તેમાં મીઠુ, આદુ, વાટેલા મરચા ઉમેરવા. કોથમીર અને બધા મસાલા ઉમેરવા. આ ગ્રેવી થોડી ઉકળે એટલે તેમાં બટાકા ઉમેરી મિક્સ કરી લેવું. ઉપરથી કોથમીર ભભરાવી દેવી.
Reporter: admin