News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગુમડાનો ઈલાજ

2025-05-27 17:31:24
આયુર્વેદિક ઉપચાર : ગુમડાનો ઈલાજ


- ગુમડા પર રસવતીનો લેપ લગાડી રૂ નો પાટો બાંધી રાખવાથી ગુમડુ મટી જાય છે.
- બાફેલા કાંદામા મીઠુ નાખી પેટીશ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકીને મટી જાય છે.
- ઘઉંના લોટમાં હળદર અને મીઠુ નાખી પેસ્ટ બનાવી ગુમડા પર લગાડવાથી ગુમડુ પાકી જાય છે.
- સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડુ બેસી જાય છે.
- કાંદાની કાતરીને ઘી અથવા તેલમાં સેકી તેમાં હળદર મેળવી લગાવાથી ગુમડુ પાકી જાય છે.
- ધતુરો અથવા આકડાના પાનની પેટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડુ પાકી જાય છે.
- લસણ અને મરી વાટી લેપ કરવાથી ગુમડા મટી જાય છે.
- હળદર અને ચૂનો ભેગો કરો લેપ કરવાથી ગુમડુ બેસી જાય છે.

Reporter: admin

Related Post