News Portal...

Breaking News :

સાવલીમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લેઆમ ગટરોના પાણી વહેતા જોવા મળ્યા.

2025-01-31 16:53:20
સાવલીમાં જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખુલ્લેઆમ ગટરોના પાણી વહેતા જોવા મળ્યા.


સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે એક ખાતમુહૂર્ત વખતે જણાવ્યું હતું કે સાવલી નગરમાં રહેતા કોઈપણ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ઉકેલ લાવવો સમસ્યાઓનો ઉકેલ નહીં લાવો તો હું આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં તમારી સાથે ચૂંટણી પ્રચાર અંગે નહીં આવું.


પ્રજાએ આપણને મત આપ્યા છે તો આપડે એમની સમસ્યાઓનું નિરાકરણ લાવવું પડે કેતન ઇનામદાર ની મીઠી ટકોર બાદ પણ સાવલી નગરપાલિકાના અધિકારીઓ તથા સત્તાધિશોનું પેટનું પાણી નથી હલતુ. છેલ્લા ઘણા સમયથી રહેણાક વિસ્તારમાં દુર્ગંધ મારતું ગટરોના પાણી વહી રહ્યા છે ત્યારે સવારથી ઘણા બધા ફોન કરવા છતાં પણ તે વિસ્તારના લોકોને કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી આવતો. 


શું આ સત્તાધીશો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નથી માનતા. પ્રજાને પડતી મુશ્કેલીઓને લઈ કેતન ઇનામદાર હર હંમેશ પ્રજા સાથે જ હોય છે પણ આવા સત્તાધારીઓ અને આવા તંત્રને લીધે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર ની વિકાસ ની વાતોને ઠેસ પહોચાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

Reporter: admin

Related Post