News Portal...

Breaking News :

વડતાલ ધામમાં ૧૯૯મો શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ખુબજ ધામધુમ પુર્વક ઉજવાશે

2025-01-31 16:21:07
વડતાલ ધામમાં ૧૯૯મો શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ ખુબજ ધામધુમ પુર્વક ઉજવાશે


સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે તા.૨જી ફેબ્રુઆરીને રવિવારના રોજ ૯૭મી રવિસભા તથા ૧૯૯મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ સવારે ૮ થી ૧૨ કલાક દરમ્યાન ધામધુમ પુર્વક ઉજવાશે. 


કથાના વક્તા પદે સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી બિરાજી કથાનું રસપાન કરાવશે. આ દિવસે સદગુરૂ બ્રહ્માનંદસ્વામી ૨૫૩મો પ્રાગટ્ય દિન તથા સ.ગુ.શ્રી નિષ્કુળાનંદસ્વામીનો ૨૫૯મો પ્રાગટ્ય દિન તથા શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞ યોજાશે. વસંતપંચમીનો યજ્ઞ છેલ્લા ૪૦ કરતા વધુ વર્ષથી નીયમીત ઉમરેઠના એ.એલ.દવે (હાઇકોર્ટ ન્યાયાધિશ) પરિવાર તરફથી થાય છે. શિક્ષાપત્રી જયંતિ મહોત્સવની રૂપરેખા આપતા વડતાલ મંદિરના કોઠારી ડો.સંતવલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે વડતાલ મંદિરના પટાંગણમાં આવેલ હરિમંડપમાં પોતાના આશ્રીતો માટે સંવત ૧૮૮૨ના મહાસુદી પંચમીના દિવસે આ શિક્ષાપત્રી લખી હતી. ભગવાન સ્વામિનારાણે શ્રીમદ્ ભાગવત પુરાણ આદિક સત્શાસ્ત્ર તેમના જીવના કલ્યાણના અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોક ને પર લોકને વિષે મહાસુખિયા થાય છે. 


હરિએ પોતાના શિષ્યોને શિક્ષાપત્રીને અનુસરીને જ નીરંતર સાવધાન પણે વર્તવું પણ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. જેમાં તેઓએ સર્વ સત્સંગીઓના સામાન્ય ધર્મ, આચાર્ય મહારાજના વિશેષ ધર્મ, આચાર્ય પત્નીના વિશેષ ધર્મ, ગૃહસ્થના વિશેષ ધર્મ, સધવા-વિધવા સ્ત્રીઓના ધર્મ, તથા બ્રહ્મચારી અને સાંખ્યયોગીના ધર્મ, રાજાના વિશેષ ધર્મ, વર્ણવ્યા છે. જે બાઇ-ભાઇ આ શિક્ષાપત્રી પ્રમાણે નહિ વર્તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. અને અમારા સંપ્રદાયવાળા સ્ત્રી-પુરૂષ તેમણે જાણવું. અમારા આશ્રીત સત્સંગીઓએ શિક્ષાપત્રીનો નીત્યપ્રત્યે પાઠ કરવો.  અને જેને ભણતા ન આવડતું હોય તેમણે આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. રવિસભાના યજમાન અ.નિ. શાંતાબેન હિંમતભાઇ પટેલ – સોજીત્રા, પુત્રવધુ જયશ્રીબેન યોગેશભાઇ પટેલ, તથા પૌત્રી તેજલ પટેલ, મીતલ પટેલ (યુ.એસ.એ.) અને વસંતપંચમીના યજમાન પદે કમલેશભાઇ નટુભાઇ પટેલ, છાયાબેન કમલેશભાઇ પટેલ, દેવાંગ કમલેશભાઇ પટેલ, સ્મીતા દેવાંગભાઇ પટેલ, પાવીબેન પટેલ – કરમસદ (હાલ યુએસએ) બીરાજશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્યામસ્વામીએ કર્યું છે.

Reporter:

Related Post