News Portal...

Breaking News :

નાસભાગમાં 100 લોકોના મોત થયા હોવાનો દાવો: પ્રયાગરાજમાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 શબના પોસ્ટર લગાવ

2025-01-31 16:09:17
નાસભાગમાં 100 લોકોના મોત થયા હોવાનો દાવો: પ્રયાગરાજમાં પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 શબના પોસ્ટર લગાવ


પ્રયાગરાજ: કુંભ મેળામાં મૃત્યુ પામેલા યાત્રાળુઓના મોતના આંકડા અંગે વિવાદ ઊભો થયો છે.  પોસ્ટમોર્ટમ હાઉસની બહાર 24 શબના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. 


યુપી સરકારના ડીઆઈજી વૈભવ કૃષ્ણે જણાવ્યું હતું કે, નાસભાગમાં 90 ઈજાગ્રસ્ત હોસ્પિટલ આવ્યા હતા. જેમાં 30ના મોત થયા હતા. 30 મૃતકોમાં પાંચની ઓળખ થઈ નથી. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મહાકુંભમાં સર્જાયેલી નાસભાગમાં 100 લોકોના મોત થયા હોવાનો દાવો કર્યો છે. તેમણે 100 લોકોના મોતના ડેટા તેમની પાસે હોવાનું નિવેદન આપ્યું છે.ડીઆઈજીએ 30 મૃતકોમાંથી છ યુપી બહારના હોવાનુ જણાવ્યું હતું. પરંતુ બિહારમાંથી જ આ નાસભાગમાં નવ લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર મળ્યા છે. 


પશ્ચિમ બંગાળમાંથી પણ બેના મોત થયા હોવાના અહેવાલો છે. તો વાસ્તવમાં ઉત્તર પ્રદેશ સિવાય અન્ય રાજ્યોના કેટલા લોકો નાસભાગમાં માર્યા ગયા છે.તે મુદ્દે મુંઝવણો ઉભી થઈ છે.ડીઆઈજી વૈભવ કૃષ્ણે પાંચ મૃતદેહોની ઓળખ થઈ ન હોવાનું નિવેદન આપ્યું હતું. બાદમાં તેમણે જણાવ્યુ કે, જે 25 મૃતદેહોની ઓળખ થઈ હતી, તેમાંથી 19 તો ખોટી ઠરી. આમ પ્રશાસન મહાકુંભમાં નાસભાગના કારણે થયેલા મોતનો સાચો આંકડો છુપાવી રહ્યું હોવાની અટકળો વહેતી થઈ છે.

Reporter: admin

Related Post