News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : આંખોના નંબર ઉતારવા માટેના ઉપાય

2025-03-15 14:19:32
આયુર્વેદિક ઉપચાર : આંખોના નંબર ઉતારવા માટેના ઉપાય


નિયમિતપણે આંખોની પલકને ઝપકવાથી આંખોને આરામ મળે છે અને તે લાંબો સમય સ્વસ્થ રહે છે. ઘણા લોકોને આદત હોય છે આંખોની પલક ઝપક્યા વગર કોઈ એક વસ્તુને એકી નજરે જોયા કરે, આમ કરવાથી આંખોને ખૂબ નુકસાન થાય છે. માટે કુદરતી રીતે જ્યારે આંખોની પલક જપકે તેને રોકવી નહીં અને સમયાંતરે આંખોની પલક ઝપકાવતા રહેવું.


ધીમે ધીમે તમારી આંખોને ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવો અને ત્યારબાદ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. આમ કરવાથી આંખોની કસરત થાય છે અને આંખોના સ્નાયુઓ મજબૂત બને છે.તમારા રૂટિન ડાયેટમાં ગાજર પાલક ટમેટા અને નારંગી જેવા ખોરાકો ઉમેરો અને તેને નિયમિત લેવાનું રાખો. વિટામીન એસી અને એ થી ભરપૂર ખોરાક લેવાથી આંખોના નંબરમાં ઘટાડો થાય છે અને લાંબો સમય તમારી રોશની જળવાઈ રહે છે.


ગુલાબજળના થોડા ટીંબા આંખોમાં નાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખોમાં આખો દિવસ મોબાઈલ અને ટીવી કોમ્પ્યુટર વગેરે જોવાથી સોજો આવી ગયો હોય તો તે ઓછો થાય છે. નિયમિત રાત્રે ગુલાબ જળના બે ટીપા આંખોમાં નાખવા ખૂબ ફાયદાકારક છે.

Reporter: admin

Related Post