વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું. આરોપીને છાતીમાં દુ:ખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસે આરોપીને સાથે રાખીને આમ્રપાલી ખાતે ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું

આ ધટનાનો આરોપીનું રિકન્સટ્ક્શન જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપીને સીધું ઊભું પણ ન રહેવાતું હતું અને પોલીસના સહારો લઈ રિકન્સટ્ક્શન કરવામાં આવ્યું હતું જેમાં કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



Reporter: