જીરા ખાખરા બનાવવા માટેની સામગ્રીમાં 200 ગ્રામ ઘઉનો લોટ, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, પાણી જરૂરિયાત મુજબ, 2 ચમચી મરચું, 1 ચમચી હળદર, 2 ચમચી જીરું જરૂરી છે.
ઘઉંના લોટને ચાળી લઇ બધા મસાલા ઉમેરી મિક્સ કરી લોટ બાંધી લેવો. પાણી જરૂર પ્રમાણે ઉમેરી રોટલી જેવો લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપવો. હવે લોટ ના લુઆ કરી વણી તવા પર બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લઇ ઉતારી લેવા. અને લાંબા સમય માટે સ્ટોર કરી શકાય છે.
Reporter: admin