News Portal...

Breaking News :

ખાસવાડી સ્મશાન ગૃહ ખાતેની સમસ્યા દૂર કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મેયરને આવેદન

2025-03-15 19:47:34
ખાસવાડી સ્મશાન ગૃહ ખાતેની સમસ્યા દૂર કરવા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મેયરને આવેદન




વડોદરા:  શહેરના કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજમાં મૃત્યુ પામનાર સદસ્યોની બીજા દિવસથી લઈને 13મા દિવસ સુધી રોજે રોજ અલગ અલગ વિધિ કરવામાં આવે છે જ્યાં મોટી સંખ્યામાં માતા બહેનો પણ આવતા હોય છે જ્યાં શૌચાલયની વ્યવસ્થા ન હોવાના કારણે ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આ બાબતે અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જેથી સમાજના અગ્રણીઓ દ્વારા મેયરને આવેદન આપવા પાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં મેયર હાજર ન મળતા ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ વારંવાર ફોન કરવા છતાં મેયર દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં આવ્યો ન હતો જેથી સમાજ ના આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. અને તેમણે જણાવ્યું હતું કે એક મહિલાઓની સમસ્યા પહેલા મેયર સારી રીતે સમજી શકે તેમ છે તે છતાં પણ ફોન કરવા છતાં મારો કોઈ ફોન ઉપાડ્યો નથી કે સામેથી કોઈ જવાબ અમને આપ્યો નથી. 


આ સાથે દસપિંડ કરવા જવાનો જે માર્ગ છે એ પણ એકદમ ખરાબ અવસ્થામાં છે આ મુદ્દે અત્યારના કાઉન્સિલર શ્વેતા ઉત્તેકર ને ગત ચોમાસામાં ધ્યાન દોર્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ચોમાસા બંધ થયા બાદ બનાવી આપવામાં આવશે પરંતુ હવે બીજું ચોમાસું આવવાની તૈયારી છે ત્યારે આ સમસ્યા હજુ ફળ થઈ નથી.



આવેદનપત્ર આપવા આવેલ સમાજના અગ્રણીઓને કોઈ પદાધિકારીઓ હાજર ન મળતા વિરોધ પક્ષના નેતાને મળી રજૂઆત કરી હતી જ્યાં તેમને તેઓની રજૂઆત આગળ પહોંચાડશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

Reporter: admin

Related Post