વડોદરા : ધૂળેટી રમવા બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થયા પછી મારામારી થઇ હતી. જે અંગે અટલાદરા પોલીસે સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બિલ ગામ આર્યા એન્કલવમાં રહેતો રામાશ્રેય શ્રીનાથુભાઇ પાસવાન ફર્નિચરનો વેપાર કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે ધૂળેટીનો તહેવાર હોઇ બપોરના ત્રણ વાગ્યે મારો ભાઇ જીતેન્દ્ર તથા તેના મિત્રો સોનુ અને પાંડુ ખિસકોલી સર્કલ એચ.પી.પેટ્રોલપંપની સામે ધૂળેટી રમતા હતા. તે સમયે ગુલાલ નાંખવા બાબતે ઝઘડવા લાગ્યા હતા.
હું તેઓને છોડાવવા વચ્ચે પડતા તેઓ છૂટા પડી ગયા હતા. ત્યારબાદ હું ચાર વાગ્યે હું ગેલેક્સી ડિવાઇન પાસે વક્રતુંડ સોસાયટીના મારા ઘરે જતો હતો. તે સમયે પાંડુ, સોનુ, જેનીશ, અજય, જયેશ તથા આકાશ ચાર બાઇક પર આવ્યા હતા અને મારા પર હુમલો કર્યો હતો. મારો ભાઇ છોડાવવા વચ્ચે પડતા તેને પણ હુમલાખોરોએ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા.
Reporter: admin